કાયદા શાખાના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, હજારો વિદ્યાર્થીઓને લાભ થશે
અમદાવાદઃ રાજ્યના કાયદા શાખાના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યાં છે. જેનાથી ગ્રાન્ટ ઇન એઇડ કોલેજમાં ભણતા હજારો વિદ્યાર્થીઓને લાભ થશે.
ગ્રાન્ટેડ કોલેજમાંથી LLB પૂર્ણ કર્યા બાદ પણ પ્રોવિઝનલ સનદ ન મળતા હાઇકોર્ટે વચગાળાનો હુકમ આપ્યો છે. રાજ્યના હજારો વિદ્યાર્થીઓ હવે AIBE (સનદ)ની પરીક્ષા આપી શકશે. હાઇકોર્ટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પ્રોવિઝનલ સનદ આપવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, 3 વર્ષનો કોર્ષ પૂર્ણ કર્યા બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી પ્રોવિઝન સનદ મળે છે.
સનદ મેળવ્યા બાદ જ AIBEની ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશનમાં પ્રવેશ આપવામાં આવે છે. સનદ ન મળવાને કારણે કાયદા શાખા સાથે જોડાયેલા અનેક સ્નાતક વિદ્યાર્થીઓને કોર્ટે રાહત આપી છે. આ હુકમથી રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ કોલેજના 6000થી વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે.