October 26, 2024

વોટ્સએપમાં આવ્યું નવું ફિચર, પ્રેમી પંખીડાઓને હવે મોજ

WhatsApp તેના યુઝર્સ માટે છેલ્લા એક વર્ષથી નવા નવા ફિચર લઈને આવી રહ્યું છે. ફરી એક વાર નવું ફિચર આવી રહ્યું છે. થોડા સમય પહેલા એક ફિચર આવ્યું હતું જેમાં વીડિયો કોલિંગ દરમિયાન બેકગ્રાઉન્ડ બદલવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. હવે વીડિયો કોલિંગને લઈને ફરી એક નવું ફિચર આવ્યું છે. આવો જાણીએ કે હવે WhatsApp શું નવું ફિચર લાવી રહ્યું છે.

વીડિયો કોલિંગમાં મુશ્કેલી
WhatsApp સૌથી મોટું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ બની ગયું છે. મોટા ભાગના લોકો હવે તમામ પ્રકારની માહિતી તેમાં શેર કરે છે. ભારતમાં સૌથી વધારે તેના યુઝર છે. હવે કંપની ફરી એક નવું અપડેટ લઈને આવી છે. વાસ્તવમાં ઘણી વખત એવું બને છે કે ઓછી લાઇટને કારણે વીડિયો કોલિંગમાં મુશ્કેલી આવે છે. હવે આ સમસ્યાના ઉકેલ માટે વોટ્સએપે એક નવું ફિચર રજૂ કર્યું છે.

આ પણ વાંચો: વાવાઝોડું ‘દાના’ ક્યાં પહોંચ્યું? આ એપથી જાણી શકો છો લાઈવ

વીડિયો કોલ બેસ્ટ બનાવામાં આવશે
લો લાઇટ મોડની રજૂઆત સાથે, તમારો ચહેરો ઓછા પ્રકાશમાં પણ વીડિયો કોલ્સ દરમિયાન સંપૂર્ણપણે દૃશ્યમાન થઈ જશે. WABetaInfoના માધ્યમથી આ જાણકારી આપવામાં આવી છે. આ માહિતી પ્રમાણે WhatsAppનું લો લાઇટ મોડ ફીચર ગૂગલ પ્લે સ્ટોર પર એન્ડ્રોઇડ બીટા 2.24.20.28 વર્ઝન પર જોવા મળ્યું છે. તમે જ્યારે વીડિયો કોલ કરશો ત્યારે તેની જમણી બાજૂમાં તમને એક આઈકન જોવા મળશે. તેના પર તમે ક્લિક કરશો તો લો લાઇટ મોડ ચાલુ થઈ જશે. જો તમારા રૂમમાં વધુ લાઇટ હોય તો આ ફિચરને તમે તમારી રીતે બંધ કરી શકો છો.