તમારા વાળનો ગ્રોથ વધારવા માંગો છો? આ કરો ઉપાય
Laung In Hair Growth: વાળને વધારવા માટે લોકો અલગ અલગ પ્રકારના ઉપાયો કરતા હોય છે. ત્યારે તમને શું ખબર છે કે આપણા રસોડામાં મળતું લવિંગ તમારા વાળ માટે ખૂબ ફાયદાકારક છે. લવિંગમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે. જે તમારા વાળ માટે ફાયદાકારક છે. આવો જાણીએ કે વાળને વધારવા માટે તમે લવિંગનો ઉપયોગ કેવી રીતે કરશો.
લવિંગનું પાણી આ રીતે બનાવો
લવિંગનું પાણી બનાવવા માટે, 6-7 લવિંગને ઉકળતા પાણીમાં 10-15 મિનિટ સુધી ઉકાળવાનું રહેશે. આ પછી તેને માટીના વાસણમાં ઢાંકીને આખી રાત રહેવા દો.આ પાણી તમારે રોજ સવારે ઉઠીને પીવાનું રહેશે. લવિંગના પાણીનો ઉપયોગ સ્પ્રે અથવા તમારા શેમ્પૂમાં ઉમેરીને શકો છો. લવિંગના પાણીમાં તમે રોઝમેરી મિક્સ કરી શકો છો જેનાથી તમારા વાળનો ઝડપથી ફાયદો થશે અને થોડા જ દિવસની અંદર તમારા વાળ વધવા લાગશે.
પોષક તત્વોથી ભરપૂર
લવિંગ પોષક તત્વોથી ભરપૂર હોય છે. લવિંગમાં એવા પોષક હોય છે જે તમારા વાળનો ગ્રોથ વધારી દેશે અને વાળ સફેદ થતા અટકાવી દેશએ. ઝેનોલ નામનું કમ્પાઉન્ડ જોવા મળે છે જે વાળના મૂળને પોષણ આપે છે. લવિંગના કારણે તમારા વાળનો વિકાસ વધી જશે. આવો જાણી કે લવિંગનો ઉપયોગ તમારા વાળ માટે કેવી રીતે કરશો.