January 2, 2025

સીએમ પટેલનો સાહજિક સ્વભાવ, દિવ્યાંગ છાત્રાઓ પાસેથી ખરીદ્યા દિવાળીના દીવા

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક વખત સાહજિકતા, સરળતા અને નિખાલસ સ્વભાવ જોવા મળ્યો છે. અમદાવાદની અંધ કન્યા પ્રકાશ ગૃહની દિવ્યાંગ છાત્રાઓ દ્વારા બનાવવામાં આવેલા કલાત્મક દિવડાઓની ભૂપેન્દ્ર પટેલે ખરીદી કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગર સ્થિત અંધ કન્યા પ્રકાશ ગૃહમાંથી દીવડાની ખરીદી કરી હતી. આ કલાત્મક દિવડાઓ અંધ કન્યા પ્રકાશ ગૃહની દિવ્યાંગ છાત્રાઓ દ્વારા બનાવવામાં આવ્યા છે.

દિવ્યાંગ દીકરીઓની કલાને પ્રોત્સાહન મળે તેવા ઉદ્દાત ભાવથી મુખ્યમંત્રી તેમજ અન્ય ઉપસ્થિત મહાનુભાવોએ દીવડાઓની ખરીદી કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત સૌને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં અમદાવાદના ડેપ્યૂટી મેયર જતીનભાઈ પટેલ, AMCની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, અંધ કન્યા પ્રકાશ ગૃહના પ્રેસિડેન્ટ ક્ષિતિશ શાહ, સંસ્થાના મેનેજિંગ કમિટી ટ્રસ્ટી રાજન હરિવલ્લભદાસ, સંસ્થાના એડમિનિસ્ટ્રેટર સ્મિતા શાહ તેમજ સ્થાનિક રાજકીય અગ્રણીઓ, શિક્ષકો, સંસ્થાની કન્યાઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.