October 31, 2024

સુરતમાં કરણ જાદુગરની મનમાની, કોઈપણ મંજૂરી વગર શો કરે છે છતાં કાર્યવાહી નહીં!

સુરતઃ તક્ષશિલા અને રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટના બાદ પણ તંત્ર સુધરતું નથી. સુરતમાં મંજૂરી વગર જ જાદુગરના શો શરૂ થયા હતા. ઉત્રાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કરણ જાદુગર મનમાની કરી રહ્યું છે.

કરન જાદુગરે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ અને ફાયર એનઓસી વગર શો શરૂ કર્યા છે. અન્ય લાયસન્સ વગર જ જાદુગરે શો શરૂ કર્યા છે. સુરત પોલીસ દ્વારા પણ હજુ સુધી જાદુગરને જાદુના શો કરવા માટે કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી. તે છતાં મંજૂરી વગર જાદુગર શો કરી રહ્યો છે અને પોલીસ પણ તેની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર તમાશો જોઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ટ્રાફિક વિભાગ અને મહાનગરપાલિકાના અભિપ્રાય પેન્ડિંગ હોવાથી જાદુગરને મંજૂરી મળી નથી.