November 6, 2024

દિલ્હી હાઈકોર્ટે યમુના કિનારે છઠ પૂજાને મંજૂરી આપવાનો કર્યો ઈન્કાર

Chhath Puja 2024: દિલ્હી હાઈકોર્ટે યમુના નદીમાં છઠ પૂજા કરવાની પરવાનગી નકારી દીધી છે. હાઇકોર્ટે યમુના નદીના કિનારે છઠ પૂજા કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. યમુના નદીના કિનારે ઉજવણી પર પ્રતિબંધ મૂકવાના સરકારના નિર્ણયને પડકારતી જાહેર હિતની અરજી (PIL) કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

કોર્ટે કહ્યું કે યમુના નદીના કિનારે પૂજા કરવાને બદલે અન્ય ઘાટ અને નિર્ધારિત સ્થળો પર પૂજા કરી શકાય છે. કોર્ટે કહ્યું કે યમુના નદીમાં પ્રદૂષણના ઊંચા સ્તરને કારણે કદાચ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને ચેતવણી આપી હતી કે આવા ઝેરી પાણીમાં સ્નાન કર્યા પછી લોકો બીમાર પડી શકે છે.

‘1000 સ્થળોએ છઠ પૂજાની વ્યવસ્થા’
દિલ્હીમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલા એક હજારથી વધુ ઘાટ પર ટેન્ટ, લાઇટ, સ્વચ્છતા, સુરક્ષા વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, મૈતાલી-ભોજપુરી એકેડમીએ ઘણા ઘાટ પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કર્યું છે જેથી શ્રદ્ધાળુઓ આસ્થાના મહાન તહેવાર છઠની ઉજવણી સુખ, શાંતિ અને આનંદ સાથે કરી શકે.