November 14, 2024

બાળા સાહેબ જીવતા હોત તો ઉદ્ધવ ઠાકરેને ગોળી મારી દીધી હોત: નારાયણ રાણે

Narayan Rane and Uddhav Thackeray: ભાજપના નેતા નારાયણ રાણેએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ભાજપના નેતા નારાયણ રાણેએ હિન્દુત્વને લઈને ઉદ્ધવ ઠાકરેના કાર્યોની ટીકા કરી છે. ભાજપના નેતા નારાયણ રાણેએ કહ્યું કે જો બાળા સાહેબ ઠાકરે આજે જીવતા હોત તો તેમણે ઉદ્ધવ ઠાકરેને ગોળી મારી દીધી હોત.

બાળાસાહેબ ઠાકરે-રાણેને કર્યા યાદ
ચૂંટણી રેલી સમયે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર પ્રહારો કર્યા છે. આ સાથે બીજેપી નેતા નારાયણ રાણેએ કહ્યું, ‘ઉદ્ધવ ઠાકરેનું વર્તન પરિવારની ગરિમા પ્રમાણે જોવા મળતું નથી. તેમણે એમ પણ કહ્યું કે ઉદ્ધવ હિંદુત્વ સાથે સમાધાન કરીને મુખ્યમંત્રી બન્યા. નારાયણ રાણેએ કટાક્ષ કરતા કહ્યું કે પોતાના અઢી વર્ષના કાર્યકાળમાં ઉદ્ધવે માત્ર બે દિવસ કામ કર્યું અને ફરી એકવાર તેઓ મુખ્યમંત્રી બનવા માંગે છે. આવું કાર્ય કર્યું હોય તે લોકોને કોણ સત્તા આપશે?

આ પણ વાંચો: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં રેલ્વે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 20 લોકોનાં મોત

એક જાતિને બીજી જાતિ સામે લડાવી રહી છે
PM મોદીએ શુક્રવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પોતાના પ્રચારની શરૂઆત ‘જો આપણે એક છીએ, તો સલામત છીએ’ના નવા સ્લોગન સાથે કરી હતી. પીએમ મોદીએ મહારાષ્ટ્રમાં બે ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી. આ સમયે મોદીએ કહ્યું કે તે કોંગ્રેસ એક જાતિને બીજી જાતિ સામે લડાવી રહી છે.