November 24, 2024

અમદાવાદમાં ઠંડીનું વધશે જોર, રાજ્યના ચાર શહેરોમાં ઠંડીનો ચમકારો

Ahmedabad: ગુજરાતમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાઈ રહ્યું છે. હાલ સવારે અને રાત્રે ઠંડક જ્યારે બપોરે ગરમીનો અનુભવ થતાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હાલ રાજ્યમાં ઉત્તર-ઉત્તરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. ચારથી પાંચ દિવસ રાજ્યનું તાપમાન યથાવત્ રહેશે. ત્યારે અમદાવાદમાં ઠંડીનું જોર વધશે.

મળતી માહિતી અનુસાર અમદાવાદમાં ઠંડીનું જોર વધશે. 15 તારીખ બાદ તાપમાનમાં ઘટાડો થશે. તેમજ રાજ્યના ચાર શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. આ સિવાય દાહોદમાં 16.6 જ્યારે ગાંધીનગરમાં 18.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો: બધા મુસ્લિમો એક થઈ દિલ્હીને ઘેરી લેવું જોઈએ… મૌલાના તૌકીર રજાએ આપ્યું ભડકાઉ ભાષણ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાલ ઉત્તર-ઉત્તરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ચારથી પાંચ દિવસ ગુજરાતના તાપમાનમાં કોઈ મોટો તફાવત નહીં થાય. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેશે અને તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર થવાની આગાહી નથી. જેના કારણે રાજ્યમાં હાલ થોડા દિવસ ઠંડી વધે તેવી શક્યતા દેખાઈ નથી રહી.