બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક પર મતદાન પુરું
Vav: વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન પૂરું ગયું છે. મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત વાવની લોકનિકેતન સંસ્થામાં પહોંચ્યા હતા. આ સાથે ગુલાબસિંહ રાજપુતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે, 23 તારીખે પરીણામના દિવસે કોંગ્રેસનો ભવ્ય વિજય થશે. વધુમાં તેમણે કહ્યું , મતગણતરી કેન્દ્ર જગાણાથી જીત મેળવી વરઘોડો કાઢી ભગવાન ધરણીધરના દર્શન કરીશ. વાવ વિધાનસભા બેઠક પર 3.10 લાખ મતદારો મતદાનનો ઉપયોગ કરશે. વાવની પેટાચૂંટણીના જંગમાં ત્રિપાંખીયો મુકાબલો જામ્યો છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે કાંટાની ટક્કર છે. બંન્ને મુખ્ય પક્ષ સહિત 10 જેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. આ સાથે વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં સવારે 7 વાગ્યા થી સાંજના 5 વાગ્યા સુધીમાં 67.13% મતદાન થયું હતું.
- મતદારો મહાન છે સત્તા મહાન નથી
- જંગી મતદાન એ જીત તરફ છે – માવજી પટેલ
- માવજી પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
- વાવ: અપક્ષ ઉમેદવાર માવજી પટેલે આપ્યું નિવેદન
- અસાણા ગામ ખાતે EVM મશીન ખોટકાતા સાંસદ ગેનીબેન ઠાકોરે લીધી મુલાકાત
- અસાના ગામમાં મતદાનને લઈ સવારથી જ મતદારો લાંબી લાઈનોમાં દેખાયા
- મતદાન કર્યા પહેલા મથકોની સાંસદ ગેનીબેન ઠાકોરે લીધી મુલાકાત
- વાવમાં 11 વાગ્યા સુધી 24.39 % મતદાન
- વાવ પેટા ચૂંટણી મા મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો
- બે કલાક ની અંદર 14.25% થયુ મતદાન
- સવારથી જ મતદાન મથકો પર મતદારો પહોચ્યા
- વાવના ભાખરી મતદાન મથક-1 નું EVM ખોટવાયું
- વહેલી સવારથી જ લોકો મતદાન કરવા પહોંચ્યા
- EVM ખોટવાતા મતદારો રાહ જોઇને બેઠા
- આ વખતે ખૂબ મોટી લીડથી હું જીતી રહ્યો છું – સ્વરૂપજી ઠાકોર.
- સમય ઓછો હોવાના લીધે લોકો સુધી પહોંચી શક્યા નહોતા.
- ગત ચૂંટણીમાં થોડી કચાસ રહી ગઈ હતી.
- બીજેપી ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનું નિવેદન
-
કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પહોંચ્યા ઢીમાના ધરણીધર ભગવાનના દર્શન કરવા
-
ગુલાબસિંહ રાજપુતે ધરણીધર ભગવાન અને ઢીમણનાગના કર્યા દર્શન
-
ગુલાબસિંહ રાજપુતે લોકો વધુંમાં વધુ મતદાન કરે તેવી કરી અપીલ
- ગુલાબસિંહ રાજપુતે જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ
-
બીજેપીના ઉમેદવાર સ્વરૂપ ઠાકોરે જીત માટે પૂજા અર્ચના કરી
-
માતા પિતાના આશીર્વાદ લીધા, સ્વરૂપ ઠાકોર હવે કરવા જશે મતદાન
- વહેલી સવારે જ મતદારો પહોંચી રહ્યા છે મતદાન મથક
-
બીયોક પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથકે પહોંચ્યા મતદારો
-
બીજેપી ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર બીયોક ખાતે કરશે મતદાન
- આજે વાવ વિધાનસભાની પેટા ચુંટણી માટે મતદાન
- ત્રિ પાંખીયા જંગમાં ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ
- બીજેપીના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષના માવજી પટેલ વચ્ચે રોચક જંગ
- વાવ વિધાનસભાના વાવ, સૂઇગામ અને ભાભરના 179 ગામોના 321 બુથો પર મતદાન
- વાવ વિધાનસભાના 3,10,681 મતદારો પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ
- મતદાનને લઈ 4 DySP, 8 પીઆઇ, 30 PSI સહિત 1500 જેટલા પોલીસકર્મી રહેશે ખડેપગે
- 97 સંવેદનશીલ બુથ પર ચુસ્ત બંદોબસ્ત સાથે વેબ કાસ્ટીંગ કેમેરા કેમેરા પણ કાર્યરત
વાવ વિધાનસભામાં 3.10 લાખ જેટલા મતદાતાઓ છે જેમાં 77,694 જેટલા ઠાકોર મતદાતાઓ ,47,107 જેટલા પટેલ-ચૌધરી મતદાતાઓ,25,995 રબારી મતદાતાઓ,39,260 જેટલા અનુસૂચિત જાતિના મતદાતાઓ તેમજ19,640 જેટલા રાજપૂત મતદાતાઓ નિર્ણાયક ભૂમિકા ભજવશે…30 ટકા મતદારો ઠાકોર સમાજના છે જ્યારે 17% ચૌધરી પટેલ સમાજના છે 12% દલિત સમાજના છે નવ ટકા બ્રાહ્મણ સમાજના છે અને 9 ટકા રબારી સમાજના છે.
વાવ પેટાચૂંટણીના મતદાનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવેદનશીલ મતદાન મથકો પર BSF અને પેરામિલિટરીની ટુકડી ગોઠવાઈ છે. જ્યારે પોલીસના અલગ અલગ રુટ પર પેટ્રોલિંગ પણ કરશે. દર 4 થી 5 ગામડા વચ્ચે એક પોલીસ મોબાઈલ રુટ રાખવામાં આવ્યો છે. 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાં DySP, PI અને PSI કક્ષાના અધિકારીઓ પણ હાજર રહેશે.બોર્ડર પર 7 ચેકપોસ્ટ અને તમામ બોર્ડર પર પેરામિલિટરીની 7 ટીમ તૈનાત કરવામાં આવી છે.
VVIP મતદારો
- સ્વરુપજી ઠાકોર ( બીજેપી ઉમેદવાર ) ( ભાભર )
- ગેની બેન ઠાકોર ( સાંસદ – બનાસકાંઠા ) ( અબાસણા , વાવ )
બીજેપી, કોંગ્રેસ અને અપક્ષ સહિતના કુલ 10 ઉમેદવારો મેદાનમાં
- ગુલાબસિંહ રાજપૂત – કોંગ્રેસ
- સ્વરુપજી ઠાકોર – બીજેપી
- માવજી પટેલ – અપક્ષ
- ચેતનકુમાર ઓઝા – અપક્ષ
- જયેન્દ્ર રાઠોડ – અપક્ષ
- મનોજભાઈ પરમાર – અપક્ષ
- મધુબેન નટવરલાલ – અપક્ષ
- મંજુબેન રાઠોડ – અપક્ષ
- લક્ષ્મીબેન ઠાકોર – અપક્ષ
- વિક્રમભાઈ હરીજન – અપક્ષ
કુલ મતદાન મથક કેન્દ્ર – 192
કુલ મતદાન મથકો – 321
કુલ EVM – 321
પુરુષ મતદાર – 1.61 લાખ
મહિલા મતદાર – 1.49 લાખ
કુલ મતદાર – 3.10 લાખ મતદાર
1500 થી વધુ સરક્ષાકર્મીઓ તૈનાત રહેશે
1998 થી 2022 સુધીમાં મોટેભાગે આ બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે 1998 માં પ્રથમવાર કોંગ્રેસના ઉમેદવાર હેમાજી રાજપુત જીત્યા હતા. ત્યારબાદ 2002માં પણ હેમાજી રાજપુત જીત્યા હતા જોકે 2007માં ભાજપે કોંગ્રેસ પાસેથી આ બેઠક છીનવી લીધી હતી જેમાં પરબત પટેલનો વિજય થયો હતો જ્યારે 2012માં ભાજપના શંકર ચૌધરીનો વિજય થયો હતો અને 2017માં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ભાજપના શંકર ચૌધરીને હરાવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા તે બાદ 2022માં ગેનીબેન ઠાકોર ફરિથી ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને હરાવીને ધારાસભ્ય બન્યા જેથી વાવ વિધાનસભા ઉપર સતત 10 વર્ષથી કોંગ્રેસનો કબજો યથાવત છે.