મહેસાણામાં શિક્ષિકા સાથે કરોડોની ઠગાઈ, પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ
મહેસાણાઃ જિલ્લામાંથી અવારનવાર ઠગાઈના અનેક કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે કડીમાં આવેલી જેજે વિદ્યાલયની શિક્ષિકા સાથે ઠગાઈ આચરવામાં આવી છે. દેત્રોજના શોભાસણ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, વિવિધ સ્કીમમાં રોકાણના નામે શિક્ષિકા જ્યોત્સનાબેન પટેલને લાલચ આપીને 6 કરોડ રૂપિયા લેવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે શિક્ષિકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા તો તેમની ફરિયાદ લેવા માટે પોલીસ તૈયાર નથી તેવા આક્ષેપ કરી રહ્યા છે.
થોડા સમય પહેલા આ શિક્ષક સામે 8 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. ફોર્ડ કંપનીના એન્જિનિયરે શિક્ષિક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 8 કરોડની ઠગાઈની ફરિયાદ લીધા બાદ શિક્ષિકા સાથે થયેલી ઠગાઈ ઓછી હોવાનું કારણ આપ્યું હોવાનો શિક્ષિકા આક્ષેપ કરી રહી છે. વિવિધ ફ્લેટ,જમીન અને તમાકુમાં રોકાણ કરવાના બહાને ઠગાઈ આચરવામાં આવી છે.