November 27, 2024

Vav Assembly Byelection Result: ભાજપના સ્વરૂપજી ઠાકોરની ભવ્ય જીત, 2300 મતથી કોંગ્રેસને હરાવી

Vav Assembly Byelection 2024: વાવ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણી માટે આજે પરિણામ આવશે. જેમાં ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. બંને વચ્ચે રસાકસીનો જંગ જામશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ગેનીબેન ઠાકોર લોકસભામાં બનાસકાંઠા બેઠક પરથી ચૂંટાતા વાવની બેઠક ખાલી પડી હતી. ત્યારે ચૂંટણીપંચે વાવ બેઠક પર પેટાચૂંટણીનું આયોજન કર્યું હતું.

Live Updates:

  • ત્રેવીસમા રાઉન્ડની મતગણતરી પૂર્ણ – કોંગ્રેસને 89,402 મત, ભાજપને 91,755 મત અને અપક્ષને 27,173 મત મળ્યા છે. આમ 2353 મતે ભાજપ આગળ છે.

  • બાવીસમા રાઉન્ડની મતગણતરી પૂર્ણ – કોંગ્રેસને 86,705 મત, ભાજપને 87,804 મત અને અપક્ષને 26,867 મત મળ્યા છે. આમ 1099 મતે ભાજપ આગળ છે.

  • એકવીસમા રાઉન્ડની મતગણતરી પૂર્ણ – કોંગ્રેસને 83,558 મત, ભાજપને 83,188 મત અને અપક્ષને 25,752 મત મળ્યા છે. આમ 370 મતે કોંગ્રેસ આગળ છે.
  • વીસમા રાઉન્ડની મતગણતરી પૂર્ણ –  કોંગ્રેસને 81,015 મત, ભાજપને 77,446 મત અને અપક્ષને 24,765 મત મળ્યા છે. આમ 3569 મતે કોંગ્રેસ આગળ છે.
  • ઓગણીસમા રાઉન્ડની મતગણતરી પૂર્ણ – કોંગ્રેસને 78,467 મત, ભાજપને 72,805 મત અને અપક્ષને 23,479 મત મળ્યા છે. આમ 5662 મતે કોંગ્રેસ આગળ છે.
  • અઢારમા રાઉન્ડની મતગણતરી પૂર્ણ – કોંગ્રેસને 76,138 મત, ભાજપને 67,972 મત અને અપક્ષને 21,823 મત મળ્યા છે. આમ 8166 મતે કોંગ્રેસ આગળ છે.
  • સત્તરમા રાઉન્ડની મતગણતરી પૂર્ણ – કોંગ્રેસને 73,403 મત, ભાજપને 63,006 મત અને અપક્ષને 21,012 મત મળ્યા છે. આમ 10,397 મતે કોંગ્રેસ આગળ છે.
  • સોળમા રાઉન્ડની મતગણતરી પૂર્ણ – કોંગ્રેસને 70,455 મત, ભાજપને 57,888 મત અને અપક્ષને 20,074 મત મળ્યા છે. આમ 12,567 મતે કોંગ્રેસ આગળ છે.
  • પંદરમા રાઉન્ડની મતગણતરી પૂર્ણ –  કોંગ્રેસને 66,897 મત, ભાજપને 53,312 મત અને અપક્ષને 19,667 મત મળ્યા છે. આમ 13,585 મતે કોંગ્રેસ આગળ છે.
  • ચૌદમા રાઉન્ડની મતગણતરી પૂર્ણ – કોંગ્રેસને 63,493 મત, ભાજપને 49,391 મત અને અપક્ષને 18,128 મત મળ્યા છે. આમ 14,102 મતે કોંગ્રેસ આગળ છે.
  • તેરમા રાઉન્ડની મતગણતરી પૂર્ણ – કોંગ્રેસને 60,362 મત, ભાજપને 46,384 મત અને અપક્ષને 15,927 મત મળ્યા છે. આમ 13,978 મતે કોંગ્રેસ આગળ છે.
  • અગિયારમા રાઉન્ડની મતગણતરી પૂર્ણ – કોંગ્રેસને 51,724 મત, ભાજપને 38,910 મત અને અપક્ષને 13,583 મત મળ્યા છે. આમ 12,814 મતે કોંગ્રેસ આગળ છે.
  • દસમા રાઉન્ડની મતગણતરી પૂર્ણ – કોંગ્રેસને 48,253 મત, ભાજપને 35,846 મત અને અપક્ષને 11956 મત મળ્યા છે. આમ 12,407 મતે કોંગ્રેસ આગળ છે.
  • નવમા રાઉન્ડની મતગણતરી પૂર્ણ – કોંગ્રેસને 44958 મત, ભાજપને 31701 મત અને અપક્ષને 10822 મત મળ્યા છે. આમ 12667 મતે કોંગ્રેસ આગળ છે.

  • આઠમા રાઉન્ડની મતગણતરી પૂર્ણ – કોંગ્રેસને 40690 મત, ભાજપને 28023 મત અને અપક્ષને 9961 મત મળ્યા છે. આમ 12667 મતે કોંગ્રેસ આગળ છે.

  • સાતમા રાઉન્ડની મતગણતરી પૂર્ણ – કોંગ્રેસને 36157 મત, ભાજપને 24713 મત અને અપક્ષને 8865 મત મળ્યા છે. આમ 11444 મતે કોંગ્રેસ આગળ છે.
  • છઠ્ઠા રાઉન્ડની મતગણતરી પૂર્ણ – કોંગ્રેસને 29646 મત, ભાજપને 22072 મત અને અપક્ષને 7518 મત મળ્યા છે. આમ 7574 મતે કોંગ્રેસ આગળ છે.
  • છઠ્ઠા રાઉન્ડની મતગણતરી પૂર્ણ, કોંગ્રેસ 7574 મતથી આગળ
  • પાંચમા રાઉન્ડની મતગણતરી પૂર્ણ – કોંગ્રેસને 22298 મત, ભાજપને 19677 મત અને અપક્ષને 7518 મત મળ્યા છે. આમ 2621 મતે કોંગ્રેસ આગળ છે.

  • ચોથા રાઉન્ડની મતગણતરી પૂર્ણ – કોંગ્રેસને 16676 મત, ભાજપને 15366 મત અને અપક્ષને 7176 મત મળ્યા છે. આમ 1310 મતે કોંગ્રેસ આગળ છે.

  • ચોથા રાઉન્ડની મતગણતરી પૂર્ણ, કોંગ્રેસ 1449 મતથી આગળ
  • ત્રીજા રાઉન્ડની ગણતરી પૂર્ણ – કોંગ્રેસને 12361 મત, ભાજપને 11,187 મત અને અપક્ષને 6510 મત મળ્યા છે. આમ 1174 મતે કોંગ્રેસ આગળ છે.
રાઉન્ડ 3નું રિઝલ્ટ
  • બીજા રાઉન્ડમાં મળેલા મતની યાદી
રાઉન્ડ 2નું રિઝલ્ટ
  • મતગણતરીનો બીજો રાઉન્ડ પૂર્ણ – વાવની મતગણતરીમાં બે રાઉન્ડ પૂર્ણ થયા છે. જેમાં કોંગ્રેસને 8095 મત, ભાજપને 7498 મત અને અપક્ષના માવજી પટેલને 4800 મત મળ્યા છે.
  • વાવની પેટાચૂંટણીમાં પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસને 4190, ભાજપને 3939 અને અપક્ષને 2119 મત મળ્યા છે. આમ 251 મતથી કોંગ્રેસ આગળ છે.
  • પોસ્ટલ બેલેટની ગણતરી પૂરી, EVM ખૂલ્યાં, 23 રાઉન્ડમાં થશે ગણતરી.
  • વાવમાં પુનરાવર્તન થશે: ગેનીબેન
  • વાવમાં કોંગ્રેસ જીતશે, તમામ સમાજે આશીર્વાદ આપ્યા છે, હું મતદારોનો આભાર માનું છું: ગુલાબસિંહ
  • પોસ્ટલ બેલેટના મતની ગણતરી શરૂ કરવામાં આવી છે.
  • જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં વાવ વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી શરૂ.

વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં વાવ, સુઈગામ અને ભાભર તાલુકાના 179 ગામોના 321 બુથો પર 70.54 % ટકા મતદાન થયું હતું. 3.10 લાખથી વધુ મતદારો પૈકી 2,19,266 મતદારોએ મત આપ્યો હતો. જેમાં 1,20,619 પુરુષ અને 98,647 મહિલા મતદારોએ મત આપ્યો હતો.