કેએલ રાહુલ કપ્તાની વગર IPL રમશે?
IPL 2025 મેગા ઓક્શનના પહેલા દિવસે દિલ્હી કેપિટલ્સે KL રાહુલને ખરીદ્યો હતો. દિલ્હીની ટીમે રાહુલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રાહુલ દિલ્હીની ટીમની કપ્તાની કરશે તેવી પૂરી સંભાવનાઓ છે. કારણ કે આ પહેલા પણ રાહુલ પંજાબની અને લખનૌની ટીમની કપ્તાની કરી ચૂક્યો છે. હવે આજના દિવસે RCB ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને ખરીદ્યો હતો. હવે સવાલ એ છે કે ફાફ ડુ પ્લેસિસનું ટીમમાં આગમન થતાની સાથે હવે રાહુલને ટીમની કમાન સોંપવામાં આવશે કે નહીં તે એક મોટો સવાલ છે.
આ પણ વાંચો: IPL Auction Live: ઘણા ખેલાડીઓ રહ્યા UNSOLD, જુઓ અપડેટ્સ
કેપ્ટનશિપની જવાબદારી નિભાવી
ફાફ ડુ પ્લેસિસે ત્રણ સિઝનમાં RCB ટીમની કેપ્ટનશિપની જવાબદારી સોંપી હતી. જેમાં ટીમ બે વખત પ્લેઓફમાં પહોંચી હતી. તેની પાસે કેપ્ટનશિપનો ઘણો અનુભવ છે. તેણે 42 IPL મેચમાં કેપ્ટનશીપ કરી છે. જેમાંથી RCB ટીમે 21માં જીત પ્રાપ્ત કરી છે અને 21 એવી મેચ છે જેમાં તેની ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. કેપ્ટનશિપ ઉપરાંત ફાફ ડુ પ્લેસિસ દિલ્હી કેપિટલ્સ માટે પણ ઓપનિંગ કરી શકે છે તેવી સંભાવનાઓ છે.