November 27, 2024

તમિલનાડુમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, ચક્રવાતની આશંકા

Tamil Nadu: મંગળવારે તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે બંગાળની ખાડી પરનું ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બન્યું છે અને 27 નવેમ્બર એટલે કે આજે તે ચક્રવાતમાં બદલાઈ શકે છે.

મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને સાવચેતીનાં પગલાંની સમીક્ષા કરવા માટે અહીં સચિવાલય ખાતે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને રાજ્યની ટીમોને તિરુવરુર, માયલાદુથુરાઈ, નાગાપટ્ટિનમ અને કુડ્ડલોર જિલ્લાઓ અને ચેન્ગલપેટ, કાંચીપુરમ અને તિરુવલ્લુરના ઉત્તરીય દરિયાકાંઠાના શહેરો સહિત કુડ્ડલોર જિલ્લામાં મોકલવામાં આવી છે કાવેરી ડેલ્ટા ક્ષેત્ર એવા સ્થળોમાં સામેલ હતું જ્યાં વરસાદ પડ્યો હતો. આ વિસ્તારોમાં ઘણી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ તો કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો: દિલ્હીમાં ફરી AQI 400ને પાર, શાળાઓમાં હાઇબ્રિડ મોડમાં વર્ગો ચલાવવાની મંજૂરી

વરસાદને કારણે OMR રોડ સહિત ચેન્નાઈના ઘણા વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો અને રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે ટ્રાફિકને અસર થઈ હતી. તેમજ ચેન્નાઈ આવતી સાત ફ્લાઈટોના લેન્ડિંગમાં વિલંબ થયો હતો. સરકારી સહકારી કંપની એવિને કહ્યું કે તેણે લોકોને અવિરત દૂધ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે તમામ પગલાં લીધાં છે અને અહીં તેના આઠ પાર્લર 24 કલાક ખુલ્લા રહેશે.