December 5, 2024

દૂધીનું શાક ન ભાવતું હોય તો હલવો ટ્રાય કરો, આ રહી રેસિપી

Dudhi Halwa Recipe: શિયાળામાં આપણને અલગ અલગ પ્રકારની મિઠાઈઓ બનાવીએ છીએ. ત્યારે આજે અમે તમારા માટે દૂધીના હલવાની સરળ રેસીપી લઈને આવ્યા છીએ. આ રીતની મદદથી તમે સરળ રીતે અને ફાસ્ટ દૂધીનો હલવો બનાવી શકશો. ટેસ્ટ તો એવો આવશે કે પછી વારંવાર આ રેસીપીથી જ તમે દૂધીનો હલવો બનાવશો. જોઈલો આ રીત.

દૂધીનો હલવો બનાવવાની સામગ્રી
દુધી, મલાઈ, માવો, ઘી, એલચી પાવડર, ખાંડ, ડ્રાયફ્રૂટ્સ

આ પણ વાંચો: ઠંડીમાં મૂળાના પાનનું શાક આ રીતે બનાવો, ખાવાની મજા પડી જશે

દૂધીનો હલવો બનાવવાની રીત
સૌ પ્રથમ દુધીની છાલ ઉતારીને તેને ખમણી લો. આ પછી તમારે એક પેનમા ઘી ગરમ કરીને ડ્રાયફ્રૂટ્સને શેકી લેવાના રહેશે. આ પછી તમારે તેમાં ખમણેલી દૂધી નાંખવાની રહેશે. હવે તમારે તેમાં ખાંડ અને મલાઈની સાથે માવો મિક્સ કરવાનો રહેશે. આ તમામને થોડીવાર માટે પ્લેટ ઢાંકી દો. હલવામાંથી ઘી અલગ પડવા લાગે એટલે તેમાં શેકેલા ડ્રાયફ્રૂટ્સ નાખી મિક્સ કરી દો. તો તૈયાર છે તમારો દૂધીનો હલવો. કોઈ મહેમાન આવે છે ત્યારે પણ તમે તેને ઝડપથી તૈયાર કરી શકો છો.