December 18, 2024

મરતા પહેલાં ભૂવાએ કર્યો પાપનો સ્વીકાર, નવલસિંહે તંત્ર-મંત્રના નામે કરી હતી 12 લોકોની હત્યા

Ahmedabad: અમદાવાદના સિરિયલ કિલર તાંત્રિક નવલસિંહ ચાવડાનું પોલીસ કસ્ટડીમાં મોત થયું છે. ભૂવા નવલસિંહ ચાવડાએ મોટી કબૂલાત કરી છે. નવસિંહે મરતા પહેલા તંત્ર – મંત્રના નામે 12 લોકોની હત્યા કરી હોવાનો પણ ખુલાસો કર્યો છે. આ સિવાય તેણે જણાવ્યું છે કે, તે દારૂમાં સોડિયમ નાઈટ્રિટ ભેળવી હત્યા કરતો હતો.

મળતી માહિતી અનુસાર સરખેજ પોલીસ સ્ટેશનમાં રિમાન્ડ દરમિયાન તાંત્રિક નવલસિંહની તબિયત લથડતા મોત થયું હતું. નવલસિંહની તબિયત લથડતા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો. જે બાદ સારવાર દરમિયાન તાંત્રિકનું મોત નીપજ્યું હતું. પરંતુ મરતા પહેલાં ભૂવો તેના પાપનો સ્વીકાર કરતો ગયો છે. તાંત્રિકે કબૂલાત કરી છે કે, તેણે તંત્ર – મંત્રના નામે 12 લોકોની હત્યા કરી હોવાનો પણ ખુલાસો કર્યો છે. આ સિવાય તેણે જણાવ્યું છે કે, તે દારૂમાં સોડિયમ નાઈટ્રિટ ભેળવી હત્યા કરતો હતો. નોંધનીય છે કે, આરોપી 10 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર હતો. વધુમાં તેણે કહ્યું કે, તે તેના આર્થિક ફાયદા માટે 12 જેટલા મર્ડર કર્યા હતા. જેમાથી સુરેન્દ્રનગરમાં 3 હત્યા કરી છે. પડઘરીમાં 3 હત્યા કરી છે. આ સિવાય અસલાલી, અંજાર, વાંકાનેરમાં 1 – 1 હત્યા કરી છે. તેમજ અન્ય 3 હત્યા પોતાના પરિવાજનોની હત્યા કરી છે.

આ પણ વાંચો: મહેબૂબા મુફ્તીની દીકરીની તાત્કાલિક ધરપકડ કરો… હિંદુત્વને બીમારી ગણાવતા ભડક્યા રાજા સિંહ