January 5, 2025

31 ફર્સ્ટની ઉજવણીને લઈને ગાંધીનગર સઘન પોલીસનું ચેકિંગ

મલ્હાર વોરા , ગાંધીનગર: હાલમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. જો ઉજવણીની વાત કરીએ તો તેમા ગુજરાતીઓ પણ પાછળ નથી. ગુજરાતના તમામ મહાનગરોમાં યુવાનો ઉત્સાહ સાથે નવા વર્ષને વધાવી રહ્યા છે. 31 ફર્સ્ટની ઉજવણીને લઈને ગાંધીનગર પોલીસનું ચેકિંગ શરૂ થઇ ગયું છે. ગાંધીનગર જિલ્લા અને શહેરના તમામ જાહેર માર્ગો પર પોલીસ તૈનાત છે.

31ની ઉજવણીમાં યુવાનો દારૂના નશા સહિત અન્ય માદક પ્રદાર્થોનું સેવન કરેલું છે કે નહીં તે માટે ચકાસણી હાથ ધરી છે. આ સાથે ગાંધીનગર પોલીસ વાહનચાલકો નશામાં નથી તેની ચકાસણી હાથ ધરી છે. 31 ડિસેમ્બરને લઇને ગાંધીનગરના તમામ માર્ગો પર પોલીસનું સતત પેટ્રોલિંગ છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા વાહન ચાલકો પર કેસ થશે. આ સાથે 31 ફર્સ્ટની ઉજવણી દરમિયાન મહિલા અને યુવતીની સુરક્ષા માટે મહિલા પોલીસ કાર્યરત છે.

31 ફર્સ્ટને કારણે ગાંધીનગર પોલીસ મહિલા સિવિલ ડ્રેસમાં પેટ્રોલિંગ કરશે. કોઈ યુવાન મહિલાની છેડતી કરશે તો તેની અટકાયત કરવામાં આવશે. ગાંધીનગર સેકટર 30 સર્કલ, ચ0, સરગાસન, ગિફ્ટ સીટી, કુડાસન, અડાલજ, રિલાયન્સ ચોકડી જેવા માર્ગો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાય ગયો છે.