બીજી દીકરીનો જન્મ થતા પતિએ પત્નીની હત્યાનો કર્યો પ્રયાસ
Surat Crime: સુરતમાં માનવતાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો હતો. બીજી દીકરીનો જન્મ થતા પતિએ પત્નીની હત્યાનો પ્રયાસ કર્યો હોવાનું છે. આટલેથી વાત પુરી થતી નથી પત્નીનું મોઢું દબાવી અને નણંદે ઉંદર મારવાની દવા પણ પિવડાવી હતી. પુણા પોલીસ મથકની હદમાં આવેલા ઉમરવાડાની ઘટના બની હતી.
આ પણ વાંચો: ગુજરાત ATSએ લાલ દરવાજા પાસેથી ઝડપી પાડ્યો પેડલર, 27 લાખનું એમડી ડ્રગ્સ કબજે
સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી
ત્રણ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. સવારે દીકરીના રડવાનો અવાજ સાંભળી પત્નીને મારી ઉંદર મારવાની દવા પીવડાવી હતી. આકીબ યુસુફ અન્સારી અને નણંદ રોશની ઈકરાર ફૈઝુ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. ભોગ બનાર મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.