19મી ફેબ્રુઆરીથી 15મી વિધાનસભાનું ત્રીજું બજેટસત્ર, આગામી બે દિવસમાં ચૂંટણીઓ થશે જાહેર
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું ત્રીજું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ બજેટ માટે વિધાનસભાનું સત્ર બોલાવવાનું આહ્વાન કર્યું છે. 19 ફેબ્રુઆરી બપોરે 12 કલાકથી વિધાનસભા સત્રની શરૂઆત થશે. જ્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ 20 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. આ સાથે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને 70થી વધુ નગરપાલિકાઓમાં આગામી બે દિવસમાં ચૂંટણીઓ જાહેર થશે.
ગાંધીનગર :
બજેટ સત્રને લઈને મહત્વના સમાચાર
20મી ફેબ્રુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ થશે
19 ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર મળશે#Gandhinagar | #BudgetSession | #Government | #LegislativeAssemblyBudgetSession pic.twitter.com/QhYl3uGU1p
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) January 20, 2025
વિધાનસભામાં 20 ફેબ્રુઆરીએ રજૂ થશે ગુજરાતનું બજેટ
વિધાનસભામાં બજેટ સત્ર ખુબ મહત્વપૂર્ણ હોય છે. બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી 20 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. બજેટ પર સમગ્ર રાજ્યની નજર રહેતી હોય છે. બજેટમાં સરકાર જનતાની રાહત માટે કઈ-કઈ જાહેરાત કરે છે તેના પર સૌ કોઈની નજર રહેશે.
ગાંધીનગર :
આગામી 2 દિવસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની થશે જાહેરાત
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાશે
70થી વધુ નપામા આગામી 2 દિવસમા ચૂંટણી થશે જાહેર#Gandhinagar | #Election | #Corporation pic.twitter.com/F5P5pJr3vb
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) January 20, 2025
આગામી બે દિવસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થશે જાહેર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી બે દિવસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને 70થી વધુ નગરપાલિકાઓની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. રાજ્ય ચૂંટણી આયોગ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે. 23 જાન્યુઆરી મતદાન મથકોને આખરી ઓપ અપાશે. 27 જાન્યુઆરી સુધી સંવેદનશીલ, અતિ સંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરાશે. ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં મતદાનની શક્યતા છે.
1લી ફેબ્રુઆરીએ રજૂ થશે કેન્દ્રનું બજેટ
કેન્દ્ર સરકારનું બજેટ 1લી ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1લી ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરશે.