વાળમાંથી ખોડો દૂર કરવા માટે કરો આ ઉપાયો
Best Hair Care Routine: વાળની સમસ્યા મોટા ભાગના લોકોને થાય છે. શિયાળામાં વાળની સમસ્યા વધારે જોવા મળે છે. ત્યારે અમે તમને આજે થોડી ટિપ્સ જણાવીશું. જેની મદદથી તમે તમારા વાળની કેર આ શિયાળામાં કરી શકો છો. આવો જાણીએ આ ટિપ્સ.
શેમ્પૂ કેવી રીતે કરવું
કોઈ પણ સિઝન હોય તમારે તેલ વગર માથાને સાફ કરવું જોઈએ નહીં. શેમ્પૂમાં રહેલા રસાયણો તમારા વાળને ભારે નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે તમારે થોડા પાણીમાં શેમ્પૂ નાંખવાનું રહેશે અને આ પછી તમારે માથા પર લગાવવું જોઈએ.
ગરમ પાણીનો ઉપયોગ કરવાનું ટાળો
શિયાળામાં લોકો ગરમ પાણીથી સ્નાન કરતા હોય છે. ગરમ પાણી તમારા વાળ માટે નુકસાનકારક છે. જેના કારણે તમે નવશેકું પાણીનો ઉપયોગ કરવો જોઈએ.
આ પણ વાંચો: Jioના કરોડો યુઝર્સને મોટો ઝટકો, આ પ્લાનમાં કર્યો 100 રૂપિયાનો વધારો
તેલ લગાવવાનું ભૂલશો નહીં
તમારા વાળની સંભાળ રાખવા માટે તમારે અઠવાડિયામાં 2 વાર તેલ લગાવવું જોઈએ. 2 કલાક સુધી તમારા વાળમાં તેલ રાખો. જો તમને ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યા હોય તો તમારે જેમ બને તેમ વાળમાં તેલ નાંખવાનું રહેશે.