February 2, 2025

Union Budget 2025-26માં કયા મંત્રાલયને કેટલું બજેટ ફાળવ્યું? જાણો તમામ માહિતી

Budget 2025: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 1લી ફેબ્રુઆરીએ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું બજેટ રજૂ કર્યું હતું. નાણાકીય વર્ષ 2025-26માં બજેટ અંદાજ 50,65,345 કરોડ છે, જેમાં કુલ મૂડી ખર્ચ 11,21,090 કરોડ છે. તેમાં રાજ્યોને 25,01,284 કરોડ રૂપિયા મળશે. સરકારે કહ્યું કે, બજેટમાં કુલ રેવન્યુ રિસિપ્ટ 34,20,409 કરોડ રૂપિયા છે. જ્યારે મૂડી રસીદ 16,44,936 કરોડ છે. સરકારે વિવિધ મંત્રાલયો માટે બજેટ પણ નક્કી કર્યું છે. આવો જાણીએ બજેટમાં સરકારે કયા મંત્રાલયને કેટલું ભંડોળ ફાળવ્યું છે.

કયા મંત્રાલયને કેટલું બજેટ ફાળવ્યું?

1 કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય 1.37 લાખ કરોડ
2 પરમાણુ ઉર્જા વિભાગ 3992 કરોડ
3 રસાયણ અને ખાતર મંત્રાલય 1.61 લાખ
4 નાગરિક અને ઉડ્ડયન મંત્રાલય 2400 કરોડ
5 કોલસા મંત્રાલય 501 કરોડ
6 આયુષ મંત્રાલય 3992 કરોડ
7 વેપાર અને ઉદ્યોગ મંત્રાલય 18,446 કરોડ
8 ટેલિકોમ્યુનિકેશન મંત્રાલય 1.08 લાખ કરોડ
9 ઉપભોક્તા મંત્રાલય 2.15 લાખ કરોડ
10 સહકારિતા મંત્રાલય 1186 કરોડ
11 કોર્પોરેટ મંત્રાલય 11,561 કરોડ
12 સંસ્કૃતિ મંત્રાલય 3360 કરોડ
13 રક્ષા મંત્રાલય 6.81 લાખ કરોડ
14 પૂર્વોત્તર ક્ષેત્રીય વિકાસ મંત્રાલય 5915 કરોડ
15 પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય 3649 કરોડ
16 શિક્ષા મંત્રાલય 1.28 લાખ કરોડ
17 IT મંત્રાલય 26000 કરોડ
18 પર્યાવરણ અને વન જળવાયુ પરિવર્તન 3412 કરોડ
19 વિદેશ મંત્રાલય 20,000 કરોડ
20 નાણા મંત્રાલય 19.3 લાખ કરોડ
21 મત્સય, પશુપાલન અને ડેરી મંત્રાલય 7544 કરોડ
22 ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય 4364 કરોડ
23 સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય 99,000 કરોડ
24 મોટા ઉદ્યોગ મંત્રાલય 7680 કરોડ
25 ગૃહ મંત્રાલય 2.38 લાખ કરોડ
26 આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય 96,000 કરોડ
27 સૂચના પ્રસારણ મંત્રાલય 4358 કરોડ
28 જળશક્તિ મંત્રાલય 99,000 કરોડ
29 શ્રમ અને રોજગાર મંત્રાલય 32,000 કરોડ
30 કાયદા અને ન્યાય મંત્રાલય 5850 કરોડ
31 સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય 23,000 કરોડ
32 ખનન મંત્રાલય 3000 કરોડ
33 અલ્પસંખ્યક કલ્યાણ મંત્રાલય 3350 કરોડ
34 નવીકરણીય ઉર્જા મંત્રાલય 26,000 કરોડ
35 પંચાયતી રાજ મંત્રાલય 1185 કરોડ
36 સંસદીય કાર્ય મંત્રાલય 66 કરોડ
37 કાર્મિક મંત્રાલય 2708 કરોડ
38 પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય 19,000 કરોડ
39 નિયોજન મંત્રાલય 1000 કરોડ
40 બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય 3470 કરોડ
41 ઉર્જા મંત્રાલય 21,000 કરોડ
42 રેલ મંત્રાલય 2.55 લાખ કરોડ
43 સડક પરિવહન રાજમાર્ગ મંત્રાલય 2.87 લાખ કરોડ
44 ગ્રામીણ વિકાસ મંત્રાલય 1.90 લાખ કરોડ
45 વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય 38,000 કરોડ
46 કૌશલ વિકાસ મંત્રાલય 6100 કરોડ
47 સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય 14,000 કરોડ મંત્રાલય
48 અંતરિક્ષ મંત્રાલય 13,000 કરોડ
49 આંકડા મંત્રાલય 5400 કરોડ
50 સ્ટીલ મંત્રાલય 3362 કરોડ
51 ટેક્સટાઇલ મંત્રાલય 5272 કરોડ
52 પ્રવાસન મંત્રાલય 2541 કરોડ
53 આદિજાતિ કલ્યાણ મંત્રાલય 14,000 કરોડ
54 મહિલા અને બાળ વિકાસ મંત્રાલય 26,000 કરોડ
55 યુવા અને રમતગમત કલ્યાણ મંત્રાલય 3794 કરોડ