અમીરગઢના ખુણીયા નજીક ગમખ્વાર અકસ્માત; 5 લોકોનાં ઘટનાસ્થળે મોત, 12 ઇજાગ્રસ્ત

બનાસકાંઠાઃ અમીરગઢના ખુણીયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 5 લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી પ્રમાણે, અમીરગઢના ખુણીયા નજીક રાજસ્થાનની સરકારી બસ અને બોલેરો ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તેમાં 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 12 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

આબુરોડ તરફથી આવી રહેલી બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તેમાં 10 જેટલા બાળકો ઇજાગ્રસ્ત થયા હતા અને 2 બાળકોની હાલત ગંભીર છે. STમાં સવાર 4 લોકો અને જીપમાં સવાર 6 લોકો પાલનપુર સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

મૃતકોનાં નામ

દિલીપ મુંગળા ખોળટીયા (ઉ.32 )
મેવલીબેન દિલીપભાઈ ખોળટીયા (ઉ.28 )
રોહિત દિલીપભાઈ ખોળટીયા (ઉ.6 )
ઋત્વિક દિલીપભાઈ ખોળટીયા (ઉ. 3 )
સુંદરીબેન ભગાભાઈ સોલંકી (ઉ. 60 )

આ ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.