SpiceJet એરલાઈન્સમાં મોટી છટણી, 1400 કર્મચારીઓ થશે બેરોજગાર
નવી દિલ્હી: મોંઘવારી અને જોબ ક્રાઈસિસની વચ્ચે દુનિયાભરમાં છટણીની લહેર ચાલી રહી છે. ત્યારે આજે ભારતની બજેટ એરલાઈન્સ સ્પાઈસજેટે પણ હજારો કર્મચારીઓને નોકરીઓમાંથી છટણી કરવાનો નિર્ણય લીધો છે. નાણાકીય સંકટમાં ઝઝૂમી રહેલી સ્પાઈસજેટ એરલાઈન્સે હજારો કર્મચારીઓને કાઢવાનો નિર્ણય લીધો છે. મહત્વનું છે કે, કંપની પોતાનો ખર્ચ ઘટાડવા માટે આ નિર્ણય લઈ રહી છે.
15% લોકોની જશે નોકરી
ઈટીના એક રિપોર્ટ અનુસાર, સ્પાઈસજેટમાંથી 1400 કર્મચારીઓની નોકરી જવાની છે. જે કંપનીના ટોટલ વર્કફોર્સના લગભગ 15 ટકા છે. હાલ કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા 9 હજારની આસપાસ છે. કંપની અત્યારે લગભગ 30 વિમાનોનું સંચાલન કરી રહી છે. જેમાંથી 8 વિમાનોને ભાડે લેવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર એરલાઈન્સે પણ છટણીની વાતની પુષ્ટી કરી દીધી છે.
60 કરોડ રુપિયાનું સેલરી બિલ
મળતી માહિતી મુજબ, કંપની પર રોકાણકારોનું હિત જાળવી રાખવા માટે ખર્ચ ઘટાડવાનું દબાણ છે. કંપનીએ બધા કર્મચારીઓના પગારનું બિલ 60 કરોડ રૂપિયા છે. એવામાં કંપની ખર્ચ ઘટાડવા માટેના પ્રયત્ન કરી રહી છે. 1400 કર્મચારીઓની છટણી કરીને કંપની ખર્ચમાં ઘટાડો કરી શકે છે. સ્પાઈસજેટના ઘણા કર્મચારીઓને છટણીને લઈને કોલ મળી રહ્યા છે. આ પહેલા સ્પાઈસજેટના કર્મચારીઓને સેલેરી મોડી થવાની ઘટના પણ સામે આવી છે. કંપનીએ કેટલાક રોકાણકારો પાસેથી 2,200 કરોડ રુપિયાની કેપિટલ ઈફ્યૂજનની પ્રક્રિયામાં હતા.