November 28, 2024

AIથી કપલ્સ બની રહ્યા છેતરપિંડીનો ભોગ, રોમેન્ટિક બનવાનું ભૂલી જશો

અમદાવાદ: વેલેન્ટાઈન ડે વીક ચાલી રહ્યું છે.ત્યારે લોકોને ફસાવા માટે નવા નવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. આજના સમયમાં AIનો ઉપયોગ વધુ બન્યો છે. ત્યારે વેલેન્ટાઈન ડે વીક ઉપર AIનો ઉપયોગ કરીને કંપલને છેતરપિંડી કરવામાં આવી રહી છે.

કૌભાંડનો પર્દાફાશ
વેલેન્ટાઈન ડે વીક ચાલી રહ્યું છે કે ત્યારે ડેટિંગ એપ હોય કે તમારા પાર્ટનર માટે ગિફ્ટની શોધ કરવાની હોય છેતરપિંડી કરવા માટે બદમાશોએ જાળ પાથરી દીધી છે. જેના કારણે તમે પણ એક ભૂલ કરીને તમે આ કૌભાંડની જાળમાં ફસાઈ શકો છો. મેકાફીએ આ પ્રકારના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં તેમણે માહિતી શેર કરતા કહ્યું કે MSI-ACIએ ઓનલાઈન ડેટિંગ ટ્રેન્ડ અંગે સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં 7 દેશોના 7000 પુખ્તોએ ભાગ લીધો હતો. આ સમયે પ્રકાશમાં આવ્યું છે કે AI જનરેટેડ ફેક પ્રોફાઇલ્સ, રોમાન્સ સ્કેમ્સ અને અન્ય AI ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે.

કૌભાંડોથી રહો સાવધાન
આજના સમયમાં ડેટિંગ એપ્સનો ઉપયોગમાં વધારો થયો છે. જેમાં McAfee Labsએ તમારા માટે ચેતવણી જારી કરી છે. URLની સંખ્યામાં 300 ટકાનો વધારો થયો છે. McAfee Labsએ તમારા માટે ચેતવણી જાહેર કરી છે. યુવાનોએ ચાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય રોમાન્સ થીમ આધારિત સ્પામ અને ઈમેલ સ્કેમની સંખ્યામાં 400 ટકાનો વધારો થયો છે. McAfee Labsએ અનુમાન લગાવતા જણાવ્યું કે આ ફોર્ડમાં સતત વધારો જોવા મળશે. 14 ફેબ્રુઆરી સુધી આ ફોર્ડથી બચીને રહેવાનું રહેશે.

પોતાની જાતને સેફ કરો
McAfeeના રિપોર્ટ અનુસાર આ ફોર્ડનો શિકાર બનનાર 39 ટકા યુઝર્સ રોમેન્ટિક સ્કેમનો શિકાર બન્યા છે. જોકે ઘણા ભારતીયોએ સ્વીકાર્યું છે કે તેઓ ઓનલાઈન ભાગીદારો શોધવા માટે AI નો ઉપયોગ કરી રહ્યા છે. ડેટિંગ એપ્સ માટે કન્ટેન્ટ બનાવવા માટે ChatGPT જેવા AIનો ઉપયોગ કરી રહ્યા છે. જેમાં 56 ટકા લોકો વેલેન્ટાઈન ડે પર AIની મદદથી મેસેજ કંપોઝ કરી રહ્યા છે. જો તમે થોડા સમય પહેલા જ ઓનલાઈન કોઈને મિત્ર બનાવ્યા છે તો ચેતી જવાની જરૂર છે. જો તમને સામે કોઈ શંકા લાગે છે તો તેને પહેલા તપાસ કરો અને બાદમાં જ આગળ વાત કરો. તમે પોતાની જાતને સેફ રાખવા માટે McAfee Scam Protectionનો ઉપયોગ કરી શકો છો.