November 28, 2024

Instagram પર નવું કૌભાંડ, છેતરપિંડીનો નવો કારસો

અમદાવાદ: છેતરપિંડી કરનારાઓ લોકોને છેતરવાની નવા નવા પ્રકારની રીત શોધી કાઢતા હોય છે. સોશિયલ મીડિયા થકી છેતરપિંડી કરવામાં આવી રહી છે. ઘણા બનાવો સામે આવી રહ્યા છે જેમાં સોશિયલ મીડિયા માધ્યમથી લોકોને છેતરવામાં આવી રહ્યા છે. હવે તો આ સોશિયલ માફિયાઓ નવી રીત શોધીને લાવ્યા છે જેના કારણે તમને ખબર પણ નહીં પડે અને તમે એમની પાથરેલી જાળમાં ફસી જશો. તો જાણો અમારા આ અહેવાલમાં કે કેવી રીતે બચી શકાશે.

ઇન્સ્ટાગ્રામ આઈડી બંધ
ઇન્સ્ટાગ્રામ પર એક નવું કૌભાંડ ઝડપાયું છે. જે લોકોના એકાઉન્ટ હેક કરી રહ્યું છે. જો તમે તમારા ખાતાને છેતરપિંડી કરનારાઓની દુષ્ટ નજરથી બચાવવા માંગતા હો, તો તમારે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. જેમાં લોકોને મેસેજ આવી રહ્યા છે કે તમારા એકાઉન્ટ પર એવી કેટલીક સામગ્રી મળી છે જે અમારા કોપીરાઇટ કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે. જેના કારણે આવનારા 24 કલાકમાં તમારૂ ઇન્સ્ટાગ્રામ આઈડી બંધ કરી દેવામાં આવશે. ત્યારબાદ તમને લિંક આપવામાં આવશે જેના પર તમે ક્લિક કરશો તો તમારૂ એકાઉન્ટ હેક થઈ શકે છે.

કેવી રીતે બચીને રહેવું?
ઇન્સ્ટાગ્રામ હોય કે અન્ય કોઈ પણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં. કોઈ અજાણી વ્યક્તિ સાથે ઈન્સ્ટાગ્રામ યુઝરનેમ, આઈડી અથવા પાસવર્ડ શેર કરશો નહીં. જો તમે બ્રાઉઝર દ્વારા ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે ચેતી જવાની જરૂર છે. કારણ કે જેના થકી છેતરપિંડી કરનારા નકલી લોગ-ઈન પેજ બનાવીને તમારી સાથે છેતરી શકે છે. જો તમને લાગે છે કે તમારૂ ઇન્સ્ટાગ્રામ હેક થઈ ગયું છે તો તમે Instagram ટીમનો કોન્ટેક કરી શકો છો. તમે Instagram ટીમને જણાવો કે તમારું એકાઉન્ટ હેક થઈ ગયું છે.