IPL 2024 પહેલા આ ખેલાડીનો થયો અકસ્માત
અમદાવાદ: IPL 2024ને હવે થોડા જ દિવસોમાં આવી રહી છે. આ પહેલા ગુજરાત ટાઇટન્સ ટીમને મોટો ઝટકો લાગી ગયો છે. આ ટીમના એક ખેલાડી અકસ્માતનો ભોગ બન્યો છે. ચોક્કસ એ વાત કહી શકાય કે ક્રિકેટ પ્રેમિઓ માટે આ માઠા સમાચાર કહી શકાય.
ખેલાડીનો અકસ્માત થયો
યુવા ખેલાડી રોબિન મિન્ઝ IPL 2024ની શરૂઆત પહેલા અકસ્માતનો ભોગ બન્યા છે. તમને જણાવી દઈએ કે તેને IPL 2024માં 3.60 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. એક માહિતી અનુસાર 21 વર્ષીય રોબિન મિન્ઝ કાવાસાકી સુપરબાઈક ચલાવી રહ્યો હતો તે સમયે અકસ્માત થતા તેને ગંભીર અસર થઈ હતી. તેની બાઈકના આગળનો ભાગ ખરાબ રીતે ભાંગીને ભૂંકો થઈ ગયો હતો.
અકસ્માતની પુષ્ટિ
એક માહિતી પ્રમાણે રોબિન મિન્ઝના પિતા ફ્રાન્સિસ મિન્ઝે આ અકસ્માતની પુષ્ટિ કરી છે. તેના પિતાએ કહ્યું કે રોબિનનું બાઇક અન્ય બાઇક સાથે અથડાયું હતું જેના કારણે રોબિનને સામાન્ય ઈજા થઈ છે, હાવ તે ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે IPLમાં જોડાનાર પહેલા આદિવાસી આ ક્રિકેટર પણ તેઓ છે. અત્યાર સુધીમાં કોઈ દિવસ કોઈ આદિવાસી ખેલાડી આઈપીએલમાં પહોંચી શક્યો નથી. IPL 22 માર્ચથી શરૂ થવાની છે. પહેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ ચેપોક ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. ટૂર્નામેન્ટની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ પરથી શરૂ કરવામાં આવશે. તેની પહેલા ઓપનિંગ સેરેમની કરવામાં આવશે.