IND vs ENG: ધર્મશાલામાં કોઈ ભારતીય બેટ્સમેન આ કારનામું કરી શક્યો નથી!
અમદાવાદ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની છેલ્લી મેચ ધર્મશાલા ખાતે રમાશે. 7 માર્ચના આ મેચનું આયોજન કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે આજ દિવસના ઈતિહાસમાં ધર્મશાલાના આ મેદાનમાં કોઈ પણ બેટ્સમેન ટેસ્ટ મેચમાં સદી ફટકારી શક્યો નથી.
8 વિકેટે જીત મેળવી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. આ મેચ દરમિયાન બોલર અને બેટ્સમેન સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. બંને ટીમની ફાઈનલ ધર્મશાલા મેદાન પર 7 માર્ચના રમાશે. અત્યાર સુધીમાં આ મેદાન પર ખાલી એક જ ટેસ્ટ મેચ રમાઈ છે. પરંતુ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે ભારતની ટીમ આ વખતે ધર્મશાલા મેદાનમાં સદી ફટકારી શકે છે. તમને જણાવી દઈએ આ મેદાન પર સૌથી વધારે ટેસ્ટ મેચમાં રેકોર્ડ બનાવવાનો રેકોડ કેએલ રાહુલના નામે છે. જેમાં તેણે આ મેદાન પર 111 રન બનાવ્યા છે અને પોતાનું સ્થાન સૌથી વધારે ટેસ્ટ મેચમાં રન બનાવવામાં અગ્રેસર રાખ્યું છે.
સૌથી વધુ વિકેટ લીધી
આ મેદાનમાં સૌથી વધારે વિકેટ લેનાર કોઈ ખેલાડી હોય તો તે છે ઉમેશ યાદવ. જેણે સૌથી વધારે વિકેટમાં તેણે 5 વિકેટ પોતાના નામે કરી છે. જોકે મહત્વની વાત એ છે કે તે ટીમ ઈન્ડિયાનો હવે ભાગ નથી, તે બહાર થઈ ગયો છે. આ સિવાય બિજા ખેલાડીઓની વાત કરવામાં આવે કે જણે ઉમેશ યાદવ પછી સૌથી વધારે વિકેટ લીધી હતી તો તે ખેલાડીઓના નામમાં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે ચાર-ચાર વિકેટ લીધી છે.
કેએલ રાહુલ ફિટ નથી
પાંચમી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. પરંતુ કેએલ રાહુલ સંપૂર્ણપણે ફિટ નથી જેના કારણે તેઓને આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. જોકે તેના કારણે જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે. રજત પાટીદાર ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં સારૂ પ્રદર્શન કરી શક્યો ના હતો જેના કારણે તેને હવે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવી શકે છે.