આ નેચરલ વસ્તુઓથી મળશે તમને નેચરલ ગ્લોઈંગ સ્કિન
Face Tips: બદલાતી ઋતુમાં શરીરની સાથે સ્કિનની પણ સંભાળ રાખવી ખુબ જ જરૂરી છે. હાલ એક સાથે બે ઋતુઓ ચાલી રહી છે. ત્યારે આપણે સ્કિનની સંભાળ લેવી ખુબ જ જરૂરી છે. આપણે માર્કેટમાં મળતી અનેક પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ ઉપરાંત તમે તમારા ચહેરાની સંભાળ માટે નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. જેથી તમારી સ્કિનની વધુ સારી સંભાળ રાખી શકાય છે.
સ્ટ્રોબેરી અને મધ
આ ખાસ ફેસપેક બનાવવા માટે તમને સ્ટ્રોબેરી, મધ અને કોકો પાવડરની જરૂર પડશે. સેલિસિલિક એસિડ સ્ટ્રોબેરીમાં જોવા મળે છે. જે ત્વચાને નિખારવામાં અને બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે. મધ અને કોકો પાવડર ત્વચા માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એક બાઉલમાં સ્ટ્રોબેરીને મેશ કરો. તેમાં એક ચમચી મધ અને એક ચમચી કોકો પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરો. હવે તમારી ત્વચા પર 15 થી 20 મિનિટ સુધી લગાવો. એ બાદ હૂંફાળા પાણીથી ચહેરો સાફ કરો. વધુ સારા પરિણામો માટે તમે આ માસ્કને અઠવાડિયામાં 1 થી 2 વાર લગાવી શકો છો.
કેળા, હળદર અને મધ
આ માસ્ક તમારી ત્વચાને નરમ બનાવવામાં મદદ કરે છે. શુષ્ક ત્વચાવાળા લોકો આ માસ્કનો ઉપયોગ કરી શકે છે. કેળામાં વિટામિન A, B અને E મળી આવે છે. જે તમારી ત્વચાને હાઇડ્રેટ અને નરમ બનાવવાનું કામ કરે છે. હળદર ત્વચાની બળતરા ઘટાડવામાં મદદ કરે છે અને મધ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ માસ્ક બનાવવા માટે કેળાને સારી રીતે મેશ કરો. તેમાં અડધી ચમચી હળદર પાવડર અને મધ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો અને 15 મિનિટ સુધી રાખ્યા બાદ પાણીથી ચહેરો ધોઈ લો.
નારંગી અને મધ
આ ફેસ માસ્ક બનાવવા માટે તમારે નારંગી, મધ, હળદર અને દહીંની જરૂર પડશે. નારંગીમાં વિટામિન સી અને સાઇટ્રિક એસિડ મળી આવે છે. જે ચહેરા પરનું તેલ ઘટાડવામાં મદદ કરી શકે છે. જે તમારી ત્વચા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માસ્ક બનાવવા માટે અડધી ચમચી નારંગીનો રસ, 1/4 ચમચી મધ, સમાન માત્રામાં હળદર અને દહીં બરાબર મિક્સ કરો. આ ફેસ માસ્કને તમારા ચહેરા પર 15 થી 20 મિનિટ સુધી લગાવ્યા બાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.