November 24, 2024

સિસ્ટિક ખીલ તમારી ત્વચા માટે છે ખતરનાક

Cystic Acne: ઋતુ બદલવાની સાથે સ્કિનથી જોડાયેલી સમસ્યાઓ વધતી જાય છે. સ્કિનમાં ખીલ, ખંજવાણી અને ફોડલીઓ જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. સ્કિન એક્સપર્ટનું માનીએ તો આ તમામ વસ્તુઓ જેટલી જલ્દી ચહેરા પર આવે છે. તેટલા જ જલ્દી નિકળી પણ જાય છે, પરંતુ તમે સિસ્ટિક ખીલ વિશે ક્યારે સાંભળ્યું છે? ચહેરા પર થતા સિસ્ટિક ખીલ ખુબ જ દુખાવો અને જિદ્દી હોય છે. આ ખીલ એક પ્રકારે પાકેલી ફોડલી જેવા હોય છે. જે ચહેરામાં ખુબ જ ઊંડે સુધી હોય છે. આવા ખીલમાં રસી ભરાઈ જાય છે. આવા ખીલને દુર કરવા માટે તમે કેટલાક ઘરેલુ નુસ્કાઓનો ઉપયોગ કરી શકો છો.

કેવી રીતે થાય છે સિસ્ટિક ખીલ
એક્સપર્ટની માનીએ તો આવા ખીલ એવા સમયે થાય છે. જ્યારે ચહેરા પરના છિદ્રમાં તેલ અને ડેડ સ્કિન જમા થઈ જાય છે. સિસ્ટિક ખીલના કારણે છિદ્રમાં બેક્ટીરિયા ત્વચામાં અંદર જતા રહે છે. તેના કારણે જે ખીલ થાય છે તેમાં દુઃખાવાની સાથે સોજો પણ આવે છે. જેના કારણે ખુબ જ હેરાનગતિ થઈ શકે છે.

એપલ વિનેગર
જો તમને પણ આ પ્રકારના ખીલ હોય તો તમે એપલ વિનેગરનો ઉપયોગ કરી શક્યા છે. વિનેગરમાં એન્ટીબેક્ટીરિયલ ગુણ હોય છે. જે સ્કિનમાંથી ખીલને દુર કરે છે. આ માટે એક કપ પાણીમાં એક ચમચી વિનેગર નાખી તે પાણીને ચહેરા પર લગાવો. થોડી વાર રાખ્યા બાદ તેને સાદા પાણીથી ધોઈ નાખો.

બરફ લગાવો
સિસ્ટક ખીલની સમસ્યાથી રાહત મેળવવા માટે બરફનો ઉપયોગ કરી શકો છો. બરફ લગાવવાથી સોજો, ખંજવાણી અને દુખાવો ઓછો થશે. ધ્યાન રાખો કે બરફને સીધો ચહેરાના સંપર્કમાં ના રાખતા તેને એક સૂતરાઉ કાપડમાં રાખીને ચહેરા પર લગાવો.

હળદર
હળદરમાં એન્ટીબેક્ટિરિયલ ગુણ રહેલા છે. એ ત્વચા પર સંક્રમણને અટકાવે છે. 1 ચમચી હળદરમાં થોડો ગુલાબજળ ઉમેરીને 1 પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર 30 મિનિટ રાખીને સાફ પાણીથી ધોઈ નાખો.