December 21, 2024

જવાનોએ 13 નક્સલવાદીઓને માર્યા હતા ત્યાં જ PM મોદી સભા ગજવશે

દિલ્હી: લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. જેમાં તમામ પાર્ટીના કદાવર નેતાઓ જનસભાનું આયોજન કરી રહ્યા છે. જેમાં મોદી એ જ જગ્યાએ આવશે જ્યાં જવાનોએ 13 નક્સલવાદીઓને માર્યા ગયા હતા.

થોડા જ દિવસો બાકી
લોકસભા ચૂંટણી 2024ને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું આયોજન થવાનું છે. જેના કારણે ભાજપના નેતા રાજનિતીના મેદાનમાં જોવા મળી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી ખુદ 8 એપ્રિલે બસ્તર લોકસભા સીટ પર ભાજપના ઉમેદવારની તરફેણમાં પ્રચાર કરવા બસ્તર પહોંચશે. આ સીટની જો વાત કરવામાં આવે તો જે રાજ્યની સૌથી હાઈપ્રોફાઈલ સીટ કહેવાય છે.

સુરક્ષા દળો તૈનાત
પ્રધાનમંત્રી લોકસભાની ચૂંટણી 2024ના પ્રચારમાં કોઈ કમી રાખવા માંગતા નથી. નાના અમાબલ ગામમાં વિશાળ જનસભાને સંબોધશે. ત્યારે બીજાપુર બોર્ડરના અમાબલ ગામની છે. જેને ધ્યાનમાં રાખીને તમામ સેફટીને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે. ખુણે ખુણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સૈનિકોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. બે દિવસ પહેલા જ બીજાપુરમાં સૌથી મોટી નક્સલવાદી એન્કાઉન્ટર કરી હતી. જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: જયશંકરનો જડબાતોડ જવાબ – UNએ ભારતની ચૂંટણીની ચિંતા કરવાની જરૂર નથી

ડ્રોન દ્વારા દેખરેખ
વડાપ્રધાનની બસ્તરની મુલાકાતને ધ્યાનમાં રાખીને ડ્રોન દ્વારા દેખરેખ રાખવામાં આવશે. આ સાથે કડક પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. વડાપ્રધાન જે વિસ્તારમાં આવવાના છે તે વિસ્તારની 5 કિલોમીટરની ત્રિજ્યામાં દરેક જગ્યાએ સૈનિકો તૈનાત કરી દેવામાં આવ્યા છે. ડ્રોન થકી પણ સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવશે. પ્રધાનમંત્રીના આગમનને ધ્યાનમાં રાખીને સેંકડો અર્ધલશ્કરી દળોને તૈનાત કરી દેવામાં આવશે.

એક કલાક વિતાવશે
વાસ્તવમાં આ જે વિસ્તાર છે 6ઠ્ઠી વિધાનસભાનો સરહદી વિસ્તાર છે. કહેવામાં આવી રહ્યું છે કે નાના અમાબલ ગામમાં વડાપ્રધાનની સભા યોજીને ભાજપ આદિવાસી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવા માંગે છે. આ વિસ્તારમાં આદિવાસી મતદારોની સંખ્યા વધુ છે. જેને કારણે પીએમ મોદીની ચૂંટણી રેલી માટે આ વિસ્તારની પસંદગી કરવામાં આવી છે. બસ્તર વિભાગના 8માંથી 6 વિધાનસભા ક્ષેત્રોમાં મતદારોની સંખ્યા વધુ છે. જેના કારણે ભાજપનો એ ધ્યેય છે કે આ વિસ્તારમાં આદિવાસીઓને કેવી રીતે રીઝવવા. 8 એપ્રિલે વડાપ્રધાનની બસ્તરની મુલાકાતને ધ્યાનમાં રાખીને ભાજપના છત્તીસગઢ ચૂંટણી પ્રભારી નીતિન નવીન આ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે સભા સ્થળની તૈયારીઓની સમીક્ષા કરી હતી.