January 3, 2025

બોડેલી ખાતે સીઆર પાટીલની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલન યોજાયુ

નયનેશ તડવી, છોટાઉદેપુર: છોટાઉદેપુર લોકસભા બોડેલી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય બોડેલી ખાતે BJPના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના અધ્યક્ષ સ્થાને બુથ પ્રમુખ અને કાર્યકર્તાઓ સંમેલન રાખવામાં આવ્યું હતું. જેમાં 21 છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઇ રાઠવાને જંગી બહુમતોથી જીતવા માટે હુંકાર કરવામાં આવ્યો ગતો. આ સમેલનમાં મોટી સંખ્યામાં બીજેપીના નેતાઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે બુથ પ્રમુખ પ્રમુખ અને કાર્યકર્તા સંમેલનને સંબોધવા બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યાં હતાં, જેમાં છોટાઉદેપુર જિલ્લાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ છોટાઉદેપુર લોકસભા બેઠક 6,30,000 મતોથી જીતવા માટે ભાજપના બુથ કાર્યકરને હાકલ કરી હતી.

આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઇ રાઠવા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ ગીતાબેન રાઠવા, ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા, નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, છોટા ઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં