November 24, 2024

મોદી અને ભારતના સમર્થક છે એલન મસ્ક: PM મોદી

અમદાવાદ: ટેસ્લાના CEO એલન મસ્ક આ મહિનાની 22 એપ્રિલની આસપાસ ભારતના પ્રવાસે આવવાના છે. જેમાં તેઓ PM મોદી સાથે મુલાકાત કરશે. આ મુલાકાત અંગેની જાણકારી એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આપી હતી. આ મુલાકાતમાં ટેસ્લા માટે ભારતમાં રોકાણ કરવાના નિર્ણય પર થવાની લાગી રહી છે. ત્યારે આજે વડાપ્રધાને એક ઈન્ટરવ્યૂમાં આ અંગે વાત કરતા કહ્યું કે, એલન મસ્ક ભારતના સમર્થનમાં છે.

વડાપ્રધાનને ઈન્ટરવ્યૂમાં પુછવામાં આવ્યું કે, શું આપણે ભારતમાં ટેસ્લા કાર, સ્ટારલિંકને જોઈ શકીશું? તેના જવાબમાં PMએ કહ્યું કે, એલન મસ્ક મોદીના સમર્થનમાં છે. આ એક વાત છે, પરંતુ મુળ રૂપથી તે ભારતના સમર્થનમાં છે એ મોટી વાત છે.

મહત્વનું છે કે, આ પહેલા પણ માહિતી આપવામાં આવી છે કે ટેસ્લાના અધિકારીઓ ભારતમાં પ્લાન સ્થાપવા માટે જગ્યાઓ જોવા આવશે. જેના માટે તેઓ લગભગ 2 અરબ ડોલરનું રોકાણ કરી શકે છે. ભારતના અલગ અલગ રાજ્યમાં ટેસ્લા માટે રોકાણ કરવામાં આવશે. નોંધનીય છે કે, ટેસ્લાના પોતાના પ્લાન્ટની સ્થાપના માટે ભારતના અલગ અલગ રાજ્યો દ્વારા આમંત્રણ પણ આપવામાં આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, તમિલનાડૂ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્નાટક અને તેલંગાણા જેવા રાજ્યોમાં ટેસ્લા માટે રોકાણ થઈ શકે છે.

આ પણ વાંચો: માર્ચમાં જથ્થાબંધ મોંઘવારીમાં થયો વધારો, ફૂગાવો એપ્રિલથી ઓક્ટોબર સુધી શૂન્યથી નીચે હતો

સરકારની નવી EV પોલિસી
સરકારે ગત મહીને જ ઈલેક્ટ્રિક વ્હીકલ્સ પર નવી પોલિસી બનાવી છે. જે પરથી લાગી રહ્યું છે કે સરકાર ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ્સના મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપી રહી છે. આ પોલિસી અનુસાર, જે પણ ઓટોમોબાઈલ કંપનિઓ ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ્સ લાવવા માંગે છે. તેમને ભારતમાં ઓછામાં ઓછા 4150 એટલે કે 500 મિલિયન ડોલરનું રોકાણ કરવું પડશે. આ સાથે જ કંપનીઓએ ત્રણ વર્ષની અંદર ભારતમાં મેન્યુફેક્ચરિંગ શરૂ કરવાનું રહેશે. આ ઉપરાંત કારમાં ઉપયોગમાં લેવાતા 25 ટકા પાટ્સ ભારતમાંથી ખરીદવાના રહેશે.