November 26, 2024

સેન્ટ્રલ ઝોનના મતદાતાઓ કોની પર ઢોળશે પસંદગીનો કળશ? જાણો મતદારોનો મૂડ

અમદાવાદઃ સેન્ટ્રલ ઝોનની વાત કરવામાં આવે તો, આ મતવિસ્તારમાં કુલ આઠ લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. તેમાં અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે. આગામી 7મી મેના દિવસે આઠેય સીટ પર મતદાન યોજવામાં આવશે.

વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપ આ તમામ સીટ પર જીત્યું હતું. તેમાંથી ચાર ઉમેદવારોને રિપિટ કર્યા છે. અન્ય ચાર સીટ પર નવા ઉમેદવાર ઉતાર્યા છે. તો આવો જાણીએ સીટ પ્રમાણે મતદાતાઓનો મૂડ. વિકાસ, મોંઘવારી, વેપાર, ભાજપ 400 પાર અને કોંગ્રેસ આ પાંચ મુદ્દાઓ પર મતદારોએ શું કહ્યું…

મધ્ય ઝોનના ઉમેદવારોની માહિતી

અમદાવાદ પૂર્વ – ભાજપમાંથી હસમુખ પટેલ અને સામે કોંગ્રેસમાંથી હિંમતસિંહ ચૌહાણ

અમદાવાદ પશ્ચિમ – ભાજપમાંથી દિનેશ મકવાણા અને સામે કોંગ્રેસમાંથી ભરત મકવાણા

ખેડા – ભાજપમાંથી દેવુસિંહ ચૌહાણ અને સામે કોંગ્રેસમાંથી કાળુસિંહ ડાભી

આણંદ – ભાજપમાંથી મિતેષ પટેલ અને સામે કોંગ્રેસમાંથી અમિત ચાવડા

વડોદરા – ભાજપમાંથી હેમાંગ જોશી અને સામે કોંગ્રેસમાંથી જશપાલસિંહ પઢિયાર

છોટા ઉદેપુર – ભાજપમાંથી જશુ રાઠવા અને કોંગ્રેસમાંથી સુખરામ રાઠવા

પંચમહાલ – ભાજપમાંથી રાજપાલસિંહ જાદવ અને સામે કોંગ્રેસમાંથી ગુલાબસિંહ ચૌહાણ

દાહોદ – ભાજપમાંથી જસવંતસિંહ ભાભેર અને સામે કોંગ્રેસમાંથી પ્રભા તાવિયાડ