November 22, 2024

સંજુ સેમસન સામે BCCIની મોટી કાર્યવાહી!

IPL 2024: સંજુ સેમસન દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં અમ્પાયરો સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. પરંતુ અમ્પાયરો સાથે મુકાબલો કરવો મોંઘો પડ્યો છે. BCCIએ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન પર દંડ ફટકાર્યો છે.

મોટી કાર્યવાહી કરી
રાજસ્થાનની ટીમ 7 મેના રોજ દિલ્હી કેપિટલ્સની સાથે હતી. આ મેચ દરમિયાન સંજુ સેમસન અમ્પાયરો સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. વિકેટ પછી તે ખૂબ જ નાખુશ દેખાઈ રહ્યો હતો. આ વર્તને ધ્યાનમાં રાખીને BCCIએ તેની સામે કાર્યવાહી કરી છે. સંજુ સેમસન દિલ્હી કેપિટલ્સ સામે મેચમાં સંજુ સેમસન 46 બોલમાં 86 રન બનાવીને આઉટ થયો હતો. સંજુ સેમસને આ ઇનિંગમાં 8 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. તે 16મી ઓવરમાં તે કેચ આઉટ થઈ ગયો હતો. બાઉન્ડ્રી લાઇન પર ઉભેલા શાઈ હોપે કેચ આપી દીધો હતો. ત્રીજા અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો. આ સમયે આઉટ થયા બાદ અમ્પાયરો સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: DC vs RR: મેચ જીતીને દિલ્હી કેપિટલ્સની પ્લેઓફની આશા જીવંત

BCCIએ પ્રેસ રિલીઝ કરી જાહેર
બીસીસીઆઈએ એક પ્રેસ રિલીઝ જારી કરી છે. જેમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે આઈપીએલ 2024 ની 56 ની મેચ દરમિયાન IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. જેને લઈને દંડ ફટકારવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ તેની મેચ ફીના 30 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા વિરાટ કોહલીને પણ અમ્પાયરો સાથે દલીલ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. વિરાટ કોહલી પણ અમ્પાયરો સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. જેના કારણે BCCIએ વિરાટ કોહલી પર મેચ ફીના 50%નો દંડ લગાવ્યો હતો.