વટવામાં ભાડે આપેલા શેડની ડિપોઝિટ પાછી માંગતા દંપતીએ કરી મહિલાની હત્યા
મિહિર સોની, અમદાવાદ: શહેરના વટવા વિસ્તારમાં ભાડા ડિપોઝિટની તકરારમાં એક દંપતીએ એક મહિલાની હત્યા કરી હતી. હત્યા બાદ વટવા પોલીસે દંપતીની હત્યા કેસમાં ધરપકડ કરી છે. આરોપી દંપતીને સંતાનમાં 8 બાળકો છે. પકડાયેલ આરોપી નિર્ભયસિંહ અને તેની પત્ની દેવી બેહેનએ એક મહિલાને તલવારના ધા ઝીંકી હત્યા કરી દીધી. ધટનાની વાત કરીએ તો આરોપી દંપતીનો વટવામાં નીલકંઠ એસ્ટેટમાં એક શેડ આવેલો છે. આ શેડ મૃતક વિધ્યાબેનના પતિ નિમેષ રાઠોડને ભાડે આપ્યો હતો.
આ ભાડા પેટે ડિપોઝિટની 30 હજાર આપ્યા હતા. ભાડે લીધેલ શેડ પરત કરી દીધો હતો જેની ડિપોઝિટને લઈને શેડ માલિક દંપતી અને ભાડુઆત દંપતી વચ્ચે તકરાર ચાલતી હતી. આ તકરાર એટલી ઉગ્ર થઈ કે નિર્ભયસિંહ અને તેમની પત્ની દેવીબેનએ તલવારથી વિદ્યાબેન પર હુમલો કરી દીધો. ગંભીર ઇજા પહોંચતા વિદ્યાબેનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: 120 મહિલાઓ પર દુષ્કર્મ આચરનાર જલેબી બાબાનું મોત, બિલ્લુ કેવી રીતે બન્યો રેપિસ્ટ?
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી દંપતી નિર્ભયસિંહ અને દેવીબેન નીલકંઠ એસ્ટેટ માં શેડ આવેલો હતો. જેમાં નિમેષ રાઠોડે 236 નંબરનો આ શેડ નિર્ભયસિંહ પાસેથી સપ્ટેમ્બર 2023માં ભાડે રાખ્યો હતો. જેમાં રૂપિયા 8 હજાર ભાડા પેટે નક્કી કર્યું હતું અને ડિપોઝિટ પેટે રૂપિયા 30 હજાર નિર્ભયસિંહ ને આપેલા હતા, પરંતુ નિમેષભાઈએ પોતાની પત્ની જીવી એન્ટરપ્રાઈઝ નમનથી શેડ પાઇપનો વેપાર શરૂ કર્યો હતો.
આ ઘંધો બરાબર ચાલતો ના હતો જેથી 31 માર્ચ 2024નાં રોજ શેડ ખાલી કરી દીધો હતો, મૃતક દ્વારા શેડના ડિપોઝિટ આપેલા 30 હજાર પરત માંગતા તેઓની વચ્ચે તકરાર શરૂ થઈ હતી અને આ તકરાર ઉગ્ર થતા નિર્ભયસિંહ એ તલવાર થી વિદ્યાબેન પર હુમલો કર્યો હતો જેને બચાવવા જતા પતિ નિમેષ ભાઈ ઈજાગ્રસ્ત થયા હતા. આ હુમલામાં વિદ્યાબેનનું સારવાર દરમિયાન મોત નીપજતાં વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી દંપતી ધરપકડ કરી છે.
આ પણ વાંચો: સલમાનના ઘરે ફાયરિંગ…પાકિસ્તાનથી આવવાના હતા હથિયાર, ગોલ્ડી-લોરેન્સનું છે કનેક્શન!
વટવા પોલીસ પકડાયેલ આરોપીના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે. હત્યામાં વપરાયેલી તલવાર ક્યાંથી લાવ્યા હતા અને તલવાર પોલીસે કબજે કરી છે. આ આરોપી દંપતી ને 7 દીકરી અને એક દીકરો છે. સામાન્ય પરિવાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ આરોપીએ ઝઘડાની ઉશ્કેરાટમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હાલમાં બન્ને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરાઇ છે.