November 25, 2024

સુરતના કારીગરોની અયોધ્યાને અનોખી ભેટ

સુરત : ભારત સહિત વિદેશમાં રહેતાં ભારતીયો રામનગરી અયોધ્યામાં રામ મંદિરને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અયોધ્યા રામ નગરીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઇ રહી છે. રામ મંદિર માટે ગુજરાતભર માંથી લોકો અનોખી અને અમુલ્યો ભેટ આપી રહ્યાં છે બીજી બાજુ સુરતના એક કાપડ વેપારીએ પણ રામ મંદિર થીમ પર સાડી બનાવી દીધી છે. આ સાડીમાં ભગવાન શ્રીરામ અને માતા સીતા જાનકી અને અયોધ્યાના રામ મંદિરની તસવીરો બનાવી છે.

સાડી પૈસા કમાવવા માટે નથી બનાવી : કારીગરો
સુરતના કાપડ ઉદ્યોગના કારીગરોએ જણાવ્યું હતુ કે આ સાડી પૈસા કમાવવા માટે નહીં પરંતુ રામ ભક્તો અને સુરતના બધા રામ મંદિરમાં વેંચવા માટે બનાવી છે. વધુમાં કહ્યું કે ગુજરાતમાં સુરતના કારીગરો ભગવાન રામ અને અયોધ્યાના રામ મંદિરને દર્શાવતી ડિઝાઇન તૈયાર કરીને ખાસ સાડીઓ બનાવી છે. શ્રી રામ-જાનકી અને અયોધ્યાના રામ મંદિરના ચિત્રોવાળી આ સાડીઓ સુરતની બહાર પણ પહોંચાડવામાં આવશે. બીજી બાજુ સુરતના કાપડ વેપારીઓનું કહેવું છે કે અયોધ્ય શ્રી રામ ભગવાનની જન્મભૂમિ છે જ્યારે ૨૨ તારીખે જ્યારે રામ ભગવાન આવશે અને માતા જાનકીને મળશે ત્યારે તેણે ચોક્કસપણે આ સાડી પહેરવી પડશે. આ સાડી તેમણે સીતા માટે બનાવી છે અને આ સાડી ટૂંક સમયમાં આ સાડી અયોધ્યા મોકલશે.

આ પણ વાંચો : મૈસૂરના મૂર્તિકારની કમાલની કલા, અવધ નરેશને આપ્યું મસ્ત બાળરૂપ