Jamnagar: ગોડાઉનમાંથી 131 ખાધ વસ્તુઓનો જથ્થો એક્સપાયરી ડેટની મળી આવતા ચકચાર
સંજય વાઘેલા, જામનગર: જામનગરમાં ગોડાઉનમાંથી 131 ખાધ વસ્તુનો એકસપાયરી જથ્થો મળી આવતા ચકચાર જાગી છે. મનપાની ફુડ શાખાએ ખોજા નાકા વિસ્તારમાં કરેલી કાર્યવાહીમાં દુકાન-ગોડાઉનમાં કાયદા મુજબ કોઇ જગ્યાએ નોટ ફોર સેલનું બોર્ડ મૂકવામાં આવ્યું ન હોવાનું ખૂલ્યું છે. ગોડાઉનમાંથી મળેલો એકસપાયરી ખાદ્ય વસ્તુ અંદાજે રૂપિયા 3.5 લાખનો છે. આ માલને છોટા હાથીમાં ભરીને મહાપાલિકાની ડમ્પીંગ સાઇટ પર જેસીબીથી ખાડો ખોદી જમીનમાં દાટી નાશ કરવામાં આવ્યો હતો.
જામનગરમાં વરિયા મસ્જીદની બાજુમાં, મરછી પીઠ ચોક, ખોજા નાકા વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં ખાધ વસ્તુઓનો એક્સપાયરી ડેટના જથ્થાનો સંગ્રહ કરી વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ મનપાની ફુડશાખાને મળી હતી. જેથી ફુડ શાખાએ ગોડાઉનમા તપાસ કરતાં ગોડાઉન તથા સેલ વિભાગમા રહેલી 131 અલગ-અલગ ખાદ્ય ચીજો એક્સપાયરી ડેટની મળી આવી હતી. આટલું જ નહીં દુકાન અને ગોડાઉનમાં કાયદા મુજબ કોઈ જગ્યાએ નોટ ફોર સેલનું બોર્ડ મૂકવામાં આવ્યું ન હતું. આથી સમગ્ર એક્સપાયરી ડેઇટનો ખાઘ વસ્તુઓનો જથ્થો છોટા હાથીમાં ભરી રૂ.3.5 લાખની કીમતનો માલ ગુલાબનગર ડમ્પીંગ સાઈટ પર જેસીબીથી ખાડો કરી જમીનમા દાટવામાં આવ્યો હતો. શહેરમાં અખાધ વસ્તુઓનો સરેઆમ વેંચાણ કરી લોકોના જન આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા છે.