November 24, 2024

Oyo Roomએ પ્રથમ વખત કરોડોનો કર્યો નફો

Oyo Room: નાણાકીય વર્ષ 2023-24માં OYO માટે લાભદાયક સાબિત થયું છે. કારણ કે ઓયો રૂમે પ્રથમ વખત વર્ષ 2023-24માં નફો કર્યો છે. કંપનીના માલિકે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. Oyoએ નાણાકીય વર્ષ 2023-24માં લગભગ 100 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો મળ્યો હતો. તમને જણાવી દઈએ કે કંપનીએ તેનું પ્રથમ નફાકારક વર્ષ જાહેર કર્યું છે.

કંપનીના માલિકે માહિતી આપી
ઓયો રૂમે પ્રથમ વખત નફો પ્રાપ્ત કર્યો છે. કંપનીના માલિક રિતેશ અગ્રવાલે કહ્યું કે ખુશ ગ્રાહક અથવા હોટેલ પાર્ટનર મારા ચહેરા પર સૌથી મોટી સ્મિત લાવે છે. 100 કરોડ રુપિયાની ચોખી આવક કરી છે. ફિચ રેટિંગ્સે આ સપ્તાહની શરૂઆતમાં ઓયોની પેરેન્ટ કંપની ઓરેવેલ સ્ટેઝનું રેટિંગ ડાઉનગ્રેડ કરીને B થી B કર્યું હતું. વર્ષ 2023-24માં ઓયોએ તેના પ્લેટફોર્મ પર લગભગ પાંચ હજારથી વધુ હોટલ ઉમેર્યા છે.

આ પણ વાંચો: Bank Holiday in June: જૂનમાં 10 દિવસ આ તારીખે બેંકો રહેશે બંધ

કંપની IPO લાવવા જઈ રહી છે
માર્ચમાં અહેવાલ સામે આવ્યો હતો, જેમાં IPO માટે દસ્તાવેજો સબમિટ કરવાની યોજના બનાવી હતી. જેની પાછળનું કારણ એ હતું કે કેટલીક કંપનીઓને નવા અપડેટ સાથે IPO દસ્તાવેજો ફરીથી સબમિટ કરવા જણાવ્યું હતું. નિષ્ણાતોએ આપેલી માહિતી પ્રમાણે કંપનીઓના IPOમાં નાણાં રોકનારા રોકાણકારોને ભારે નુકસાન થયું છે. ત્યારબાદ સેબીએ ઓયો સહિત ઘણી કંપનીઓના દસ્તાવેજો પરત કરી દીધા છે. આ સાથે તેમને ફાઈલ કરવાનું ફરી શરૂ કરી દીધું છે.