November 22, 2024

રાજનાથ સિંહ લંડનમાં યુકેના પીએમ ઋષિ સુનકને મળ્યા, કહી આ મોટી વાત

લંડનઃ “કુછ મજબૂત રિશ્તે એસે ભી“… ભારતના કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે તારીખ 10-1-2024ના લંડનમાં યુકેના વડા પ્રધાન ઋષિ સુનક સાથે મુલાકાત કરી હતી. ભારતના સંરક્ષણ પ્રધાન હાલમાં બ્રિટનની મુલાકાતે છે.

રાઉન્ડ ટેબલમાં હાજરી
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે લંડનમાં ટ્રિનિટી હાઉસ ખાતે ભારત-યુકે સંરક્ષણ ઉદ્યોગના સીઈઓ રાઉન્ડ ટેબલમાં હાજરી આપી હતી. આ સમયે ‘X’ (ટ્વિટર) પર રાજનાથ સિંહે પોસ્ટ મુકી હતી. જેમાં આ વર્ષના અંતમાં તેના લિટોરલ રિસ્પોન્સ ગ્રૂપને હિંદ મહાસાગર ક્ષેત્રમાં મોકલવાની તેની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. યુકેના સંરક્ષણ સચિવ શેપ્સએ પણ આ સમયે જાહેરાત કરી હતી જેમાં તેમણે કહ્યું કે યુકે અને ભારતે પણ સંરક્ષણ પ્રધાનની આ મુલાકાત વધુ મજબૂત બનાવવાનું કાર્ય ચાલુ રાખશે તેવું જણાવ્યું છે. યુકે અને ભારત વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોના વધતા મહત્વનો સંકેત આપતા પણ તેઓ જોવા મળ્યા હતા. આ સાથે જ બન્ને વચ્ચે આદાનપ્રદાનને લઈને પણ વાત થઈ હતી. આવનારા વર્ષમાં યુકે અને ભારત પણ પોતપોતાના સૈન્ય વચ્ચે વધુ જટિલ કવાયત શરૂ કરશે તેવું જણાવ્યું હતું.

આ પણ વાચો: બાંગ્લાદેશમાં પાંચમી વખત ‘હસીના’ PM, ભારતનો ભૂતકાળ વાગોળ્યો

વિશ્વ હરીફાઈ
યુકેના સંરક્ષણ સચિવ શૅપ્સે માહિતી આપતા જણાવ્યું કે, તેમાં કોઈ સવાલ નથી કે વિશ્વ સતત એક બીજા સાથે ફરીફાઈ કરી રહ્યું છે. જેના કારણે ભારત સાથે અમારા વ્યૂહાત્મક સંબંધો આગળ વધારીએ. અમે બન્ને દેશો સાથે મળીને સુરક્ષા અને પડકારો શેર કરીએ છીએ. મુક્ત અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક જાળવવાની અમારી પ્રતિબદ્ધતા પર અમે બન્ને દેશો અડગ છીએ. તેમણે વધુમાં કહ્યું કે અમારો આ સંબંધ મજબૂતીથી આગળ વધી રહ્યો છે. યુકે અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારીના કારણે ઉદ્યોગ સાથે સહયોગમાં પણ મદદરુપ છે. બંને રાષ્ટ્રો ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમ્સ પર સાથે મળીને કામ કરે છે જે આપણા ભાવિ કાફલાઓને શક્તિ આપશે અને જટિલ શસ્ત્રોના વિકાસમાં સહકાર આપશે, શેપ્સને ટાંકવામાં આવ્યું હતું.

સંયુક્ત પહેલ
આ પહેલા મંગળવારના રોજ સંરક્ષણ પ્રધાને રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારત અને યુકે બંને મજબૂત સંબંધો ઈચ્છે છે. અમે આ સંબધોને વધુ મજબૂત કરવા માંગીએ છીએ. રક્ષામંત્રીએ લંડનમાં BAPS સ્વામિનારાયણ મંદિરની પણ મુલાકાત લીધી હતી. BAPS સ્વામિનારાયણ મંદિરએ એ યુરોપનું પ્રથમ અધિકૃત હિન્દુ મંદિર છે. એક માહિતી અનુસાર રાજનાથ સિંહે BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત સમયે મંદિરમાં અભિષેક સાથે પૂજા કરી હતી.

આ પણ વાચો: ઇસ્લામિક દેશમાં રચાયો ઈતિહાસ, મદીના મસ્જિદના દ્વારે પહોંચ્યા હિન્દુ નેતા