November 25, 2024

ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, મેઘરાજા કરશે તોફાની બેટિંગ

અમદાવાદઃ ગુજરાતમાં વિધિવત્ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે મેઘરાજાએ રાજ્યમાં જોરદાર બેટિંગ ચાલુ કરી દીધી છે. તો રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

સૌરાષ્ટ્ર – કચ્છના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં આગાહી કરી હતી. મધ્ય ગુજરાતના અમદાવાદ, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં પણ વરસાદની આગાહી કરી છે. આ સિવાય આણંદ, ખેડા, પંચમહાલ, મહિસાગરમાં વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપીમાં આગાહી કરી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, પોરબંદર, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં વરસાદ કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં રાજ્યના 17 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. તેમાં સૌથી વધુ વરસાદ અમરેલીના બાબરામાં પોણા 2 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ગારીયાધાર, લીલીયા અને કવાંટમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે.