November 25, 2024

ક્યારે શરૂ થશે ચતુર્માસ? જાણો આ ચાર મહિના કેમ કોઈ શુભ કાર્ય નથી કરી શકતા

Chaturmas 2024 Start Date: હિંદુ કેલેન્ડર મુજબ ચતુર્માસ અષાઢ મહિનાના શુક્લ પક્ષની અગિયારસથી શરૂ થાય છે. ચતુર્માસનો અર્થ જ થાય છે ચાર મહિના. આ ચાર મહિના ભગવાન વિષ્ણુને સમર્પિત છે. માન્યતા પ્રમાણે, ચતુર્માસ દરમિયાન સૃષ્ટિના નિયંત્રક ભગવાન વિષ્ણુ પાતાળમાં યોગ નિંદ્રામાં પોઢી જાય છે.

આ સમય દરમિયાન તેમની જવાબદારી ભગવાન શિવને સોંપે છે. ભગવાન વિષ્ણુની ગેરહાજરીને કારણે લગ્ન, મુંડન, વેધન, કન્યાવિદાય અને અન્ય પ્રકારના શુભ કાર્યક્રમો બંધ રહે છે. દેવઉઠી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ નિંદ્રામાંથી જાગે ત્યારે ચતુર્માસ સમાપ્ત થાય છે. ત્યારપછી બધા શુભ કાર્યો ફરીથી શરૂ થાય છે. ચાલો આ લેખમાં જાણીએ કે આ વર્ષે ચતુર્માસ ક્યારે શરૂ થઈ રહ્યો છે અને તે કઈ તારીખે સમાપ્ત થશે. આપણે એ પણ જાણીશું કે ચતુર્માસમાં માંગલિક કાર્યક્રમો શા માટે કરવામાં આવતા નથી.

આ પણ વાંચોઃ રાહુનું નક્ષત્રપરિવર્તન આ રાશિના લોકોને કરશે માલામાલ

ચતુર્માસ 2024 ક્યારે શરૂ થઈ રહ્યો છે?
હિંદુ કેલેન્ડર મુજબ આ વર્ષે ચતુર્માસ 17 જુલાઈ 2024 એટલે કે દેવપોઢી અગિયારસથી શરૂ થઈ રહ્યો છે. તે ચાર મહિના પછી 12મી નવેમ્બર 2024ના રોજ દેવઉઠી અગિયારસના દિવસે પૂરો થશે. આ ચાર મહિના ભગવાન વિષ્ણુ લગભગ 4 મહિના સુધી યોગ નિદ્રામાં રહેશે.

ચતુર્માસમાં શુભ કાર્યો શા માટે થતા નથી?
આ સમયગાળા દરમિયાન ભગવાન વિષ્ણુ સુષુપ્ત અવસ્થામાં છે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા શુભ કાર્યો પર ભગવાન વિષ્ણુની કૃપા નથી હોતી. તેથી આ સમયગાળા દરમિયાન શુભ કાર્ય એટલે કે લગ્ન અને 16 અન્ય ધાર્મિક વિધિઓ કરવા માટે પ્રતિબંધિત છે.

ચતુર્માસ દરમિયાન દેવી-દેવતાઓની પૂજા થાય છે?
ચતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે અને આ સમયગાળા દરમિયાન ભગવાન શિવ સમગ્ર 4 મહિના માટે બ્રહ્માંડના સંચારની જવાબદારી સંભાળે છે. તેથી આ 4 મહિનામાં ભગવાન વિષ્ણુ સિવાય ભગવાન શિવ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.

ચતુર્માસ દરમિયાન ભૂલથી પણ ન કરો આ કામ
17મી જુલાઈથી 12મી નવેમ્બર દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરો. આ સાથે જ નવું વાહન ખરીદવું, નવી મિલકત ખરીદવી, ભૂમિપૂજન કરવું, શિલાન્યાસ કરવો, ઘર બનાવવા માટે પથ્થર રાખવો વગેરે કામ ન કરવા જોઈએ.

(નોંધઃ આ લેખ લોકમાન્યતાઓ પર આધારિત છે. આ લેખમાં સમાવિષ્ટ માહિતી અને તથ્યોની ચોકસાઈ અને સંપૂર્ણતાની પુષ્ટિ ન્યૂઝ કેપિટલ કરતું નથી.)