November 26, 2024

સીમલીયાની શાળામાં પ્રવેશોત્સવ, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર હાજર રહ્યા

મૃગરાજસિંહ પુંવાર, મહીસાગરઃ રાજ્યભરમાં હાલ શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સીમલીયાની શાળામાં ધોરણ 1થી 12ના વિદ્યાર્થીને શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે પ્રવેશ કરાવ્યો હતો.

રાજ્યભરની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નાના બાળકોનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની સીમલીયા પ્રગતિ વિદ્યામંદિર શાળા ખાતે રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોર દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં મહીસાગર જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ સ્થાનિક આગેવાનો તેમજ શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ અથાણાંમાંથી નીકળી મરેલી ગરોળી, મહિનો ખાધા પછી ખબર પડી!

સીમલીયામાં નાના ભૂલકાઓના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગાયત્રી પરિવાર દ્વારા શાળામાં યજ્ઞ કરી બાળકોને કુમ કુમ તિલક પુષ્પ વર્ષા કરી બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ભગવાનને પ્રાર્થના પણ કરી હતી. બાળકોને પુસ્તક તેમજ બેગ આપી અનોખી રીતે ધોરણ એકથી આઠના કુલ 27 બાળકોને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ સોડામાંથી નીકળ્યા 2 કાનખજૂરા, કોર્પોરેશને પાન પાર્લર સીલ કર્યું

શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના મહીસાગર જિલ્લામાં ધોરણ 1થી 5 માટે મહીસાગર જ્ઞાનકુંજના પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. જે થકી બાળકોમાં નવું જ્ઞાન અને નવું શિક્ષણનું સિંચન થાય તે હેતુસર બાળકો માટે એક જ્ઞાનકુંજ પુસ્તક બાળકો માટે ખુલ્લું મૂક્યું હતું. બીજી તરફ નીપુણ ભારત અંતર્ગત 30થી વધુ પુસ્તકો રાજ્યભરના પ્રાથમિક શાળાના બાળકોને આપવામાં આવશે.