November 25, 2024

મુખ્યમંત્રીના ‘સુપર સીએમ’ કે. કૈલાશનાથનનો કાર્યકાળ પૂર્ણ, અપાઈ ભાવપૂર્ણ વિદાય

મલ્હાર વોરા, ગાંધીનગર: ગુજરાત રાજ્યના એવા સનદી અધિકારી જેવો વર્ષ 2013 માં નિવૃત થયા પરંતુ તેમને રાજ્ય સરકારે સતત એક્સટેન્શન આપીને તેમને મુખ્યમંત્રીના અધિક મુખ્ય અગ્ર સચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ આવતીકાલે એટલે કે 30 જૂના રોજ તેમનું એક્સટેન્શનું કાર્યકાળ પૂર્ણ થતાં આજે તેમને ફેરવેલ આપવામાં આવ્યું હતું. કે કૈલાસનાથ આજે બપોરના સમયે તેમની ઓફિસ પહોંચ્યા હતા, ત્યારબાદ તેમની સેવા પૂર્ણ થવાના એક થી બે કલાક બાકી હતો ત્યારે તેમના પરિવાર ના સભ્યો સહિત રાજ્યના કેટલાક સિનિયર IAS અને IPS અધિકારીઓ તેમને શુભકામનાઓ પાઠવીને માનભેર વિદાય આપી હતી.

મુખ્યમંત્રીના અધિક મુખ્ય અગ્ર સચિવ તરીકે ફરજ બજાવતા કે કૈલાશનાથનનો આવતીકાલે 30 જૂન મુખ્યમંત્રી કાર્યાલયમાં છેલ્લો દિવસ છે મુખ્યમંત્રીના અધિક મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથને એકટેશન આપવામાં આવ્યું નથી. વર્ષ 2009 થી કે કૈલાશનાથન મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા હતા અને વર્ષ 2013માં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે વય નિવૃત્ત થયા હતા જોકે કે કૈલાશનાથન મુખ્યમંત્રી કાર્યાલયથી નિવૃત્ત થયા હતા , તે દરમિયાન ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કે કૈલાસના તને એકટેશન આપ્યું હતું અને તે કૈલાશનાથને ગુજરાત રાજ્યના વિવિધ મહત્વના પ્રોજેક્ટ ઉપર કામ કરીને ગુજરાત રાજ્યને વિકાસના પંથે દોડતું કર્યું હતું.

ગુજરાત સરકારના 1979 બેચના આઈએએસ ઓફિસર કે કૈલાસ નાથન ને કોઈ પરિચયની જરૂર નથી ગુજરાત સરકારમાં કામ કરતા તમામ સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, IAS, IPS સહિત રાજકીય નેતાઓ પણ કે કૈલાશનાથના કામથી અને નામથી પરિચય હતા ગુજરાત સરકારમાં કે કૈલાશ થાને માત્ર કે કે ના નામ તરીકે ઓળખવામાં આવતા હતા 69 વર્ષના કે કૈલાશનાથન વર્ષોથી ગુજરાતના સૌથી પાવરફુલ અધિકારી માનવામાં આવતા હતા તેમના વિશે એવું પણ કહેવાય છે કે નરેન્દ્ર મોદી તેમના પર સૌથી વધુ વિશ્વાસ કરે છે આવી સ્થિતિમાં જ્યારે ગુજરાતમાં ભાજપ સતત સાતમી વખત સત્તામાં આવ્યું છે અને ભુપેન્દ્ર પટેલ ફરીથી મુખ્યમંત્રી બન્યા છે ત્યારે કે કૈલાસ નાથન ની સેવામાં વધારો કર્યો હતો આ ગુજરાત સરકારમાં પણ એક રેકોર્ડ છે કે અત્યાર સુધી એક અધિકારીને આટલા વર્ષ સુધી એકટેન્શન આપવામાં આવ્યું છે

કે કૈલાશનાથના સમયમાં ગુજરાતમાં અત્યારસુધી ચાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ,આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભુપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે તે કૈલાશનાથનું નામ મુખ્યમંત્રી કાર્યાલયની વેબસાઈટ ઉપર પણ અગ્રેસર જોવા મળે છે કે કૈલાસના નાથને વર્ષ 2013માં વય નિવૃત્ત થયા હતા ,પરંતુ ત્યારથી તેઓ સેવામાં સતત જોવા મળ્યા છે સરકારમાં કહેવાય છે કે કે કૈલાશનાથને પૂછ્યા વિના પાણી પણ ન પીવાય, એમની જાણ બહાર ગુજરાતનો કોઈ મોટો પ્રોજેક્ટ પણ અમલમાં મૂકી શકાતો નથી ,આ ઉપરાંત પીએમઓ અને સીએમઓ વચ્ચેના અધિકારીઓની કે કૈલાશનાથન એક મુખ્ય કડી રૂપે ભાગ ભજવતા હતા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હાલ દેશના વડાપ્રધાન છે અને તેઓ દિલ્હીમાં શાસન ચલાવી રહ્યા છે પરંતુ ગુજરાતની જવાબદારી સંપૂર્ણ કે કૈલાશનાથન સંભાળતા હોય તે પ્રકારના પણ ચિત્રો સ્પષ્ટ જોવા મળતા હતા

કે કૈલાશનાથની વાત કરવામાં આવે તો તેઓ દક્ષિણ ભારતના વતની છે તેમના પિતા પણ પોસ્ટ વિભાગમાં પણ ફરજ બજાવતા હતા કે કૈલાશનાથને 1981માં આસિસ્ટન્ટ કલેકટર જુનિયર ટાઈમ સ્કેલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારબાદ 1985 માં કે કૈલાશનાથન પહેલા સુરેન્દ્રનગર અને પછી 1987માં સુરતના કલેક્ટર બન્યા હતા આ પછી કે કૈલાશનાથન ને ગુજરાત મેરી ટાઈમ બોર્ડના સીઈઓ ની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારબાદ શહેરી વિસ્તરણમાં પણ તેમને 1999 થી વર્ષ 2001 દરમિયાન અમદાવાદ કોર્પોરેશના કમિશનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારબાદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ પદ 12 સંભાળ્યો હતો. ત્યારબાદ કે કૈલાશનાથને શહેરી વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી આ ઉપરાંત શહેરી ગૃહ નિર્માણ વિભાગની જવાબદારીની સાથો સાથ તેમને બીઆરટીએસ પ્રોજેક્ટના સ્ટેરીંગ કમિટીના અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત કે કૈલાશનાથન ગુજરાત સરકારમાં ખૂબ મહત્વની ભૂમિકા અદા કરતા હતા ગુજરાત સરકારના વાઇબ્રન્ટ સમિટ, બીઆરટીએસ પ્રોજેક્ટ, મેટ્રો ટ્રેન, ગિફ્ટ સિટી, સાબરમતી રિવરફ્રન્ટ, ગાંધી આશ્રમનું રીનોવેશન, નર્મદા ડેમના દરવાજા અને બાંધનું કામ, બુલેટ ટ્રેન કે પછી અન્ય રાજ્ય સરકારના તમામ મહત્વના પ્રોજેક્ટ ઉપર તેમણે કામ કરીને પોતાનું માર્ગદર્શન આપ્યું છે આ ઉપરાંત ગુજરાતમાં જ્યારે જ્યારે પણ વિદ્યાર્થીઓનું આંદોલન, યુવા બેરોજગારોનું આંદોલન, રાજકીય પક્ષનું આંદોલન હોય કે સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સમક્ષ આંદોલન છેડ્યું હોય ત્યારે કે કૈલાશનાથનાને સંકટમોચની જેમ ભૂમિકા આદા કરીને સરકારને મુસીબતો માંથી બહાર કાઢી છે. એટલે કે, કે કૈલાશનાથન ને સુપર સીએમ તરીકે લોકો ઓળખતા હતા.

જોકે સુપર સીએમનો મતલબ એટલે કે કોમનમેન જેવો થતો હતો. કે કૈલાસનાથને પોતાના કાર્યકાળ દરમિયાન કોઈપણ પ્રકારના વાદ વિવાદ માં સપડાયા નથી આ ઉપરાંત બને ત્યાં સુધી તેઓએ મીડિયાથી પણ દૂર રહેવાનો પ્રયાસ કરીને માત્રને માત્ર પોતાના કામ ઉપર જ ધ્યાન આપ્યું હતું પરંતુ આ વખતે કે કૈલાશનાથને એક્સટેસન ન મળતા તેઓએ આજે સચિવાલયમાંથી વિદાય લીધી છે.