ભુજના સુમરાસર શેખ ગામે દૂધ ઉત્પાદક મંડળી દ્વારા અંતિમ ભાવ ફેર વિતરણ કાર્યક્રમ યોજાયો
ભુજના સુમરાસર શેખ ગામની મધ્યે સુમરાસર શેખ દુધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા પશુપાલકોને અંતિમ ભાવ ફેર વિતરણ તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ભુજ તાલુકાના સુમરાસર શેખ, ઢોરી, કુનરિયા અને લોરીયા ગામના 251 બોરવેલ અને કુવા રીચાર્જ કરવાના ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કચ્છ જિલ્લામાં સરહદ ડેરીમાં દુધ ભરાવતી 900 દુધ મંડળીઓમાંથી સૌથી વધુ દૂધ ઉત્પાદન કરી સતત પાચમાં વર્ષે પ્રથમ ક્રમાંકે આવતી શ્રી સુમરાસર શેખ દુધ ઉત્પાદક સહકારી મંડળીને 2023/24 ની 59 લાખની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યું હતું તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા સુમરાસર શેખની પ્રાથમિક શાળાઓમાં પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવી રહેલા 128 વિદ્યાર્થીઓને શૈક્ષણીક કીટ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જીલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વરસાણી, ભુજ તાલુકા ભાજપના પ્રમુખ ભીમજીભાઈ જોધાણી, ભુજ એ.પી.એમ.સી. ના ચેરમેન હઠુભા જાડેજા, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન લક્ષ્મણભાઈ મેરીયા, કચ્છ જીલ્લા પંચાયતના સદસ્ય દામજીભાઈ ચાડ, કચ્છ જીલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ અશોકભાઈ હાથી, ભુજ તાલુકા ભાજપના ઉપપ્રમુખ હરીભાઈ ગાગલ, સુમરાસર ગામના સરપંચ રણછોડભાઈ આહિર, કુનરિયા ગામના સરપંચ સુરેશભાઈ છાંગા, ઢોરી ગામના સરપંચ ગોપાલભાઈ, પશુપાલકો, સામાજીક તથા રાજકીય આગેવાનઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન સુમરાસર ગામના સરપંચ રણછોડભાઈ આહિર દ્વારા કરવામાં આવ્યું હતું જયારે સંચાલન અને આભારવીધી સુમરાસર શેખ દુધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ વિરમભાઈ આહિર દ્વારા કરવામાં આવી હતી.