IND W vs PAK W: ભારતીય ટીમની શાનદાર જીત, પાકિસ્તાનને 7 વિકેટે આપી હાર
IND W vs PAK W: મહિલા એશિયા કપની મેચ ભારતની મહિલા ટીમ અને પાકિસ્તાનની મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાની મહિલાએ ટીમ જોરદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે આ મેચ આસાનીથી જીતી લીધી હતી. આ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના બોલરોની ભૂમિકા ખાસ જોવા મળી હતી. ભારતે 7 વિકેટે જીત મેળવી છે. એશિયા કપની શરૂઆત ટીમ ભારતે ખૂબ સારી કરી છે.
કેવી રહી મેચ?
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી આ મેચની વાત કરવામાં આવે તો પાકિસ્તાનના કેપ્ટને ટોસ જીત્યો હતો. પાકિસ્તાનની ટીમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા તેણે 19.2 ઓવરમાં 108 રન બનાવ્યા બાદ ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. આ મેચ પાકિસ્તાની ટીમ માટે ખુબ ભારે સાબિત થઈ હતી. ભારતીય બોલરોએ એટલું સારું પ્રદર્શન કર્યું કે બેટ્સમેનોને ખૂબ જ પરેશાન જોવા મળ્યા હતા. પાકિસ્તાન તરફથી તુબા હસને 22 રન અમીને 25 રન અને ફાતિમા સનાએ 22 રન બનાવ્યા હતા. બીજા બેટ્સમેન કંઈ ખાસ કંઈ કરી શક્યા નથી.
આ પણ વાંચો: સાત ભવ સાથે જીવવાનો વાયદો, ત્રણ વખત લગ્ન અને 4 વર્ષના સાંસારિક જીવનનો અંત
ભારતની ટીમનું શાનદાર પ્રદર્શન
પાકિસ્તાન સામે 109 રનનો પીછો કરી રહેલી ટીમે આ મેચમાં શાનદાર શરૂઆત કરી હતી. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 14.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 109 રન બનાવી લીધા હતા અને મેચ જીતી લીધી હતી. પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો તે આગળ જઈને ખોટ સાબિત થયો હતો.