November 23, 2024

Budget 2024: નિર્મલા સીતારમણની ટેક્સ અંગે મોટી જાહેરાત, જાણો વધારો-ઘટાડો

નવી દિલ્હીઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે નવા ટેક્સ માળખા અંગે મોટી જાહેરાત કરી છે. નવા માળખામાં સુધારો કરવામાં આવ્યો છે. જે નીચે પ્રમાણે છે…

નવા ટેક્સ માળખા અંગે જાહેરાત

0થી 3 લાખ – NIL
3થી 7 લાખ – 5 ટકા
7થી 10 લાખ – 10 ટકા
10થી 12 લાખ – 15 ટકા
12થી 15 લાખ – 20 ટકા
15 લાખથી વધુ – 30 ટકા

આ પણ વાંચોઃ સોના-ચાંદીના ભાવમાં થશે ઘટાડો, સરકારે સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડી

સરકારે સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરી દીધું છે. ફેમિલી પેન્શન પર છૂટની મર્યાદા 15 હજાર રૂપિયાથી વધારીને 25 હજાર રૂપિયા કરવામાં આવી રહી છે. નાણામંત્રીએ કહ્યું કે, આ બે ફેરફારોથી ચાર કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે.