Paris Olympics 2024: મીરાબાઈ ચાનુ માત્ર 1 kg વજનના કારણે મેડલથી ચૂકી ગઈ
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે 12મો દિવસ ખૂબ જ ખરાબ રહ્યો. જેમનાથી મેડલની આશા હતી તેઓ તે ચૂકી ગયા, જ્યારે વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી. ભારતની મેડલની સંખ્યા હજુ માત્ર ત્રણ છે. પેરિસ ઓલિમ્પિક 2024ના 12માં દિવસે વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુએ કુલ 199kg (88+111) ઊંચકીને ચોથા સ્થાને રહી હતી, ઓલિમ્પિક મેડલથી માત્ર એક કિલોગ્રામ વજન ન ઉપાડી શકવાના કારણે મીરાબાઈ ચાનુ ચોથા સ્થાને રહી હતી.
મીરાબાઈ ચાનુ મેડલ ચૂકી ગઈ
ભારતની મીરાબાઈ ચાનુ પેરિસ ઓલિમ્પિકમાં મેડલ ચૂકી ગઈ છે. મીરાબાઈએ સ્નેચ અને ક્લીન એન્ડ જર્કની જોડીએ કુલ 199 કિલો વજન ઉપાડ્યું અને ચોથા ક્રમે રહી. મીરાબાઈએ સ્નેચમાં 88 કિલો વજન ઉપાડ્યું હતું, પરંતુ ક્લીન એન્ડ જર્કમાં તે માત્ર 111 કિલો જ ઉપાડી શકી હતી. મીરાબાઈએ ટોક્યો ઓલિમ્પિકમાં કુલ 202 કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો હતો. ચીનની હોઉ ઝિહુઈ કુલ 206 કિલો વજન ઉપાડીને ટોચ પર રહી હતી, જ્યારે રોમાનિયાની મિહાએલા વેલેન્ટિનાએ કુલ 205 કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો હતો અને થાઈલેન્ડની ખામ્બાઓ સુરોદચાનાએ કુલ 206 કિલો વજન ઉપાડીને બ્રોન્ઝ મેડલ મેળવવામાં સફળ રહી હતી.
ચાનુ ત્રીજા પ્રયાસમાં નિષ્ફળ
મીરાબાઈ ચાનુએ ક્લીન એન્ડ જર્કમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. તે ત્રીજા પ્રયાસમાં 114નું વજન ઉપાડી શકી ન હતી જેના કારણે આ રાઉન્ડમાં તેનો શ્રેષ્ઠ પ્રયાસ 111 કિગ્રા વજન વર્ગ હતો. આમ મીરાબાઈ ચોથા સ્થાને સરકી ગઈ. મીરાબાઈનો સ્નેચ અને ક્લીન એન્ડ જર્ક સહિત કુલ સ્કોર 199 હતો. મીરાબાઈએ ટોક્યો ઓલિમ્પિકમાં કુલ 202 કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો હતો.
આ પણ વાંચો: Olympics: અંતિમની હાર બાદ રડી પડી માતા, પિતાએ કહ્યું- સાડા સાત વર્ષની મહેનત…
ચાનુએ બીજા પ્રયાસમાં સફળતા મેળવી
મીરાબાઈ ચાનુએ ક્લીન એન્ડ જર્કના બીજા પ્રયાસમાં 111 કિલો વજન સફળતાપૂર્વક ઉપાડ્યું હતું. આ પ્રદર્શનના આધારે તે ત્રીજા સ્થાને પહોંચી ગઈ. માટે મીરાબાઈનો સ્કોર 199 રહ્યો હતો.
મીરાબાઈ પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ
મીરાબાઈ ચાનુ ક્લીન એન્ડ જર્કના પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ ગઈ હતી. ચાનુએ 111 કિલો વજન ઉપાડવાનું નક્કી કર્યું હતું. તેણીએ સારી શરૂઆત કરી પરંતુ તે પ્રથમ આંચકામાં નિષ્ફળ રહી હતી.
ચાનુનું વજન વધી ગયું
મીરાબાઈ ચાનુએ ક્લીન એન્ડ જર્કમાં પોતાનું વજન વધાર્યું હતું. ચાનુએ પહેલા પ્રયાસમાં 107 કિલો વજન ઉપાડવાનું નક્કી કર્યું હતું, પરંતુ બાદમાં તેણે 111 કિલો વજન ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો.