અમન સેહરાવતનું વજન પણ લગભગ 4.6 કિલો વધી ગયું હતું, 10 કલાક કરી મહેનત
Aman Sehrawat: રેસલિંગમાં પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે મેડલનું ખાતું ખોલાવનાર 21 વર્ષીય અમન સેહરાવતને પણ બ્રોન્ઝ મેડલ મેચ પહેલા વજન વધી ગયો હતો. જેના કારણે અમનને ઘણી સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તેણે 10 કલાક સતત મહેનત કરી હતી.
કુસ્તીમાં ભારતનો પહેલો મેડલ
કુસ્તીમાં ભારતનો પહેલો મેડલ આખરે મળી ગયો છે. પુરુષોની 57 કિગ્રા વર્ગની બ્રોન્ઝ મેડલ મેચમાં 21 વર્ષના અમન સેહરાવતે પ્યુર્ટો રિકોના ડેરિયન ટોઇ ક્રુઝને 13-5ના માર્જિનથી હરાવીને મેડલ પ્રાપ્ત કરી લીધો છે. જોકે અમને પણ વિનેશ ફોગાટ જેવી સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો હતો. કારણ કે અમનનું વજન 61 કિલોથી વધુ વધી ગયું હતું, જે નિયમ છે તે પ્રમાણે આ વજન ખુબ વધારે હતું. આ પછી, કોચની સખત મહેનતના કારણે, અમને 10 કલાકની અંદર પોતાનું વજન 57 કિલો ઘટાડ્યું હતું.
એક કલાક સુધી ગરમ પાણીથી સ્નાન
ભારતની વિનેશ ફોગાટને ગોલ્ડ મેડલ મેચ પહેલા માત્ર 100 ગ્રામથી વધુ વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. જેના કારણે તે ફાઈનલ મેચ રમી શકી નહીં. તેવું જ કંઈક અમન સાથે થયું હતું. અમનનું વજન વજન વધી ગયું હતું અને જેના કારણને કોચ સામે મોટી સમસ્યા હતી. સિનિયર ભારતીય કોચ જગમંદર સિંહ અને વીરેન્દ્ર દહિયાએ અમનનું વજન ઘટાડવા માટે તેની સાથે 10 કલાક સુધી મહેનત કરી હતી. આ દરમિયાન, અમનને દોઢ કલાક માટે મેટ સેશન આપવામાં આવ્યું હતું, આ સાથે તેને એક કલાક માટે ગરમ પાણીથી સ્નાન પણ કરાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: એમપી સરકારે હોકી ટીમના સભ્ય વિવેક માટે કરી આ જાહેરાત
એક કલાક સુધી સતત દોડ્યો
અમન સેહરાવતે ટ્રેડમિલ પર એક કલાક સુધી સતત દોડ્યો હતો. આ સાથે અમનને લાઇટ જોગિંગ પણ કરાવવામાં આવ્યું હતું. કોચની મહેનતને કારણે સવારે સાડા ચાર વાગ્યે અમનનું વજન 57 કિલોની નિર્ધારિત મર્યાદા કરતાં સહેજ ઓછું ઘટીને 56.9 કિલો થઈ ગયું હતું, બધાએ રાહતનો શ્વાસ લીધો હતો. ઓલિમ્પિકના ઈતિહાસમાં કુસ્તીમાં ભારત માટે આ 8મો મેડલ છે.