સુરતમાં પણ ડોક્ટરની હડતાળ, માત્ર ઇમર્જન્સી દર્દીઓને સારવાર આપશે
સુરતઃ શહેરના ડોક્ટરો બીજા દિવસે પણ હડતાળ પર છે. તમામ હોસ્પિટલોમાં પણ ડોક્ટરોએ હડતાળ જાહેર કરી છે. ખાનગી હોસ્પિટલમાં પણ 24 કલાક ઓપીડી બંધ રહેશે. માત્ર ઇમર્જન્સીના દર્દીઓને જ સારવાર આપવામાં આવશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા હડતાળ જાહેર કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલના 600 કરતાં વધારે તબીબો હડતાળમાં જોડાશે. નવી સિવિલ હોસ્પિટલથી એક રેલી કલેક્ટર કચેરી સુધી યોજી વિરોધ પ્રદર્શન કરશે.
આ પણ વાંચોઃ
વડોદરામાં 95 સર્જરીઓ અટવાઈ ગઈ
વડોદરા શહેરમાં પણ ડોક્ટરો સતત બીજા દિવસે હડતાળ પર છે. જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો આજે પણ ઓપીડી અને સર્જરીથી દૂર રહ્યા છે. શહેરમાં ઈન્ટર્ન અને રેસિડેન્ટ તબીબની હડતાળના પગલે અનેક સર્જરી અટવાઈ ગઈ છે. સયાજી અને ગોત્રી હોસ્પિટલની 95 પ્લાન સર્જરી અટવાઈ છે. સરકારી બાદ આજે 3000 ખાનગી હોસ્પિટલની OPD બંધ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ રાજ્યભરમાં ડોક્ટરોની હડતાળ, રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા
રાજકોટમાં ડોક્ટરોનો વિરોધ યથાવત્
રાજકોટમાં ડોક્ટરોએ વિરોધ કરી રેલી કાઢી છે. કોલકાતામાં બનેલી ઘટનાના વિરોધમાં વિશાળ રેલી યોજવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ સાથે IMAના ડોક્ટર્સ રેલીમાં જોડાયાં છે. આ ઘટનાના વિરોધમાં રાજકોટમાં OPD સેવા તેમજ ઓપરેશન બંધ રાખવામાં આવ્યા છે. MLA ડો. દર્શિતા શાહ, કોર્પોરેટર ડો.દર્શના પંડ્યા સહિતના ડોક્ટર્સ રેલીમાં જોડાયા છે. સિવિલ હોસ્પિટલથી રેલીની શરુઆત કરવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં ડોક્ટરોની હડતાળ
રાજ્યના જુનિયર ડોક્ટર્સની સાથે સિનિયર ડોક્ટર્સ પણ હડતાળમાં જોડાયાં છે. રાજ્યની તમામ મેડિકલ કોલેજોમાં આજે OPD સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાનગી ડોક્ટરો પણ વિરોધમાં જોડાયાં છે. શનિવાર સવારે 6 વાગ્યાથી રવિવાર સવારે 6 સુધી હડતાળ યથાવત છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનથી ઈન્કમટેક્સ સુધી ડોક્ટરો રેલી યોજશે અને સાંજે કેન્ડલ માર્ચ કરી વિરોધ નોંધાવશે.
ગાંધીનગરમાં પણ ડોક્ટરોનો વિરોધ
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આજે ફરી વખત ડોક્ટરોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. તબીબોએ સિવિલ કેમ્પસમાં રેલી યોજીને સૂત્રોચ્ચાર કર્યા છે. ડોક્ટરોએ OPD બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. જુનિયર ડોક્ટર હડતાળમાં જોડાતા સિનિયર ડોક્ટરોને સેવામાં રાખવામાં આવ્યા છે. કોલકાતાની ઘટનાના ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પણ પડઘા પડ્યાં છે. ગાંધીનગરમાં પણ સિવિલ હોસ્પિટલના તબીબો હડતાળમાં જોડાયાં છે. હડતાળના કારણે તમામ તબીબો સેવાથી અળગા રહ્યા છે. ઓપીડી સહિતની સેવા બંધ થતા દર્દીઓના હાલાકી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. જો કે, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જૂનિયર તબીબો હડતાળમાં જોડાતા સિનિયર તબીબોને સેવામાં રાખવામાં આવ્યા છે. જેથી હડતાળના લીધે દર્દીઓને હાલાકીનો સામનો ન કરવો પડે.