November 23, 2024

કોલકાતા રેપ-મર્ડર કેસ: હોસ્પિટલના પ્રિન્સિપાલ સુહરિતા પોલ સહિત ઘણા લોકોને પદ પરથી હટાવ્યા

Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળના કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાનો મામલો ગરમાયો છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. આર જી કર હોસ્પિટલના પ્રિન્સિપાલ સુહરિતા પોલને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમના સિવાય MSVP બુલબુલ મુખર્જી, ચેસ્ટ ડિપાર્ટમેન્ટ હેડ અરુણાભ દત્તા ચૌધરી અને આસિસ્ટન્ટ સુપર સુચરિતા સરકારને પણ તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય સચિવ નારાયણ સ્વરૂપ નિગમે આ મોટી કાર્યવાહી કરી છે.

બંગાળ સરકારે પણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની માંગ સ્વીકારી લીધી
આ સિવાય એવા પણ સમાચાર છે કે બંગાળ સરકારે પણ વિરોધ કરી રહેલા મેડિકલ વિદ્યાર્થીઓની માંગણીઓ સ્વીકારી લીધી છે. તમને જણાવી દઈએ કે ટ્રેઇની ડોક્ટરની હત્યા બાદ વિરોધ કરી રહેલા ડોક્ટરો આ લોકોને હટાવવાની માંગ કરી રહ્યા હતા. જેની સામે આજે મમતા બેનર્જીની સરકાર ઝૂકી ગઈ.

આર જી કર મેડિકલ કોલેજની સુરક્ષા માટે મહત્વની બેઠક
એક સમાચાર એવા પણ છે કે આર જી કર મેડિકલ કોલેજની સુરક્ષા માટે કેન્દ્ર દ્વારા નિયુક્ત નોડલ અધિકારી શિખર સહાય સહિત સીઆઈએસએફના વરિષ્ઠ અધિકારીઓએ પશ્ચિમ બંગાળ સરકારના આરોગ્ય સચિવ એનએસ નિગમે આ રજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના આચાર્યો સાથે બેઠક યોજી હતી. CISF જવાનોની તૈનાતી, સુરક્ષાના પગલાં અને અન્ય પાસાઓ અંગે કોલકાતા પોલીસ અધિકારીઓ સાથે બેઠક પણ યોજાઈ હતી.