અંબાલાલ પટેલની નવી આગાહી, સૌરાષ્ટ્રમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે
અમદાવાદઃ રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે વરસાદની સ્થિતિ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. તેમણે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
તેમણે જણાવ્યુ છે કે, ‘આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પોરબંદરના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.’
આ પણ વાંચોઃ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ; મહેસાણાં મંદિર તૂટ્યું, મોડાસામાં લોકોનું સ્થળાંતર
તેમણે વધુમાં કહ્યુ છે કે, ‘ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય તેવી સંભાવના છે. તો મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર યથાવત રહેશે. રાજ્યમાં વરસાદી માહોલ 28 ઓગસ્ટ સુધી યથાવત રહેશે. ત્યારબાદ રાજ્યમાં વરસાદી જોર ધીમે ધીમે ઓછું થશે.’